Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

નવસારી, બીલીમોરા, ડુંગરી, દાંતી, વલસાડ, અતુલ, બાલચોંડી, કપરાડા, ભીલાડ, માંડા, ઉમરગામ, ઉદવાડા, પરીયા, ધગડમાળ, વાપી વિસ્‍તારોમાં આશરે 50 સ્‍થળોએ ચલાવવામાં આવશે અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: નવસારી, સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના 75માં ‘અમૃત મહોત્‍સવ’ના અવસર પર સદ્‌ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્‍યમાં 26 ફેબ્રુઆરી રવિવાર ના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ નો શુભારંભ કરવામાં આવશે.
સુરતઝોનના ઝોનલ ઈન્‍ચાર્જ ઓંકાર સિંહજીએ જણાવ્‍યું કે અમૃત પરિયોજનાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્‍ય બિંદુ જળષાોતની સ્‍વચ્‍છતા તથા સ્‍થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ના માધ્‍યમથી તેઓને પ્રોત્‍સાહિત કરવાનો છે.
આ સાથે જ 26 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 8 વાગ્‍યાથી સેંકડો નિરંકારી ભક્‍તો નવસારી બ્રાંચના મુખીશ્રી જીતુભાઈ ખારવાના નેતૃત્‍વમાં વિજલપોરમાં ઘેલખડી તળાવ તથા આશાપુરી મંદિર પાસે દુધિયા તળાવ તેમજ બીલીમોરા બ્રાંચના સંચાલકશ્રી મનહરભાઈ પટેલના નેતૃત્‍વમાં બીલીમોરા બંદર રોડ પાસે અંબિકા નદી કિનારો તેમજ ડુંગરી બ્રાંચના મુખીશ્રી ઉત્તમભાઈ ભાગલીઆના નેતૃત્‍વમાં ખંડ ફળિયા પાસે ખંડ તળાવ, ગુજરાત વિદ્યુત બોર્ડ પાસે બામ નદી કિનારો તથા ડુંગરી સ્‍મશાન ભૂમિ તેમજ દાંતી બ્રાંચના મુખીશ્રી ભરતભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કકવાડી પાસે કૈલાશ સરોવર, ભાગલ પાસે માછીવાડ તળાવ, નાનીદાંતી સ્‍મશાન ભૂમિ અને દરિયા કિનારો, મોટીદાંતીનું અક્ષરધામ તળાવ અને દરિયા કિનારો તેમજ વલસાડ બ્રાંચના મુખીશ્રી વિનોદભાઈ પટેલના નેતૃત્‍વમાં મોગરાવાડી મોટા તળાવ, વલસાડ હનુમાન ભાગડા બંદરગાહ ઓરંગા નદી કિનારો તથાતિથલ દરિયા કિનારો તેમજ અતુલ બ્રાંચના મુખીશ્રી નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં અતુલ મેઈન હાઈવે પાસે પાર નદી કિનારો તથા અતુલ સ્‍મશાનભૂમિ તેમજ બાલચોંડી બ્રાંચના મુખીશ્રી અમ્રતભાઈ પટેલના નેતૃત્‍વમાં અંભેટી સ્‍મશાનભૂમિ પાસે ટીટવી નદી કિનારો, બાલચોંડી સ્‍મશાન ભૂમિ પાસે કોલક નદી કિનારો તથા નાનાપોંઢા સ્‍મશાન ભૂમિ પાસે કોલક નદી કિનારો તેમજ કપરાડા બ્રાંચના મુખીશ્રી અમ્રતભાઈ માહલાના નેતૃત્‍વમાં લવકાર ચેકડેમ પાસે વાન્‍કી નદી કિનારો, શિવ મંદિર પાસે સ્‍મશાનભૂમિ વરવઠ કોલક નદી કિનારો તથા કપરાડા તળાવ તેમજ ભીલાડ બ્રાંચના મુખીશ્રી નાનુભાઈ ભુરકુડના નેતૃત્‍વમાં ભીલાડ તલાવપાડા ગામ પાસે તળાવ, કાળું નદી કિનારા પાસે સ્‍મશાન ભૂમિ, પુનાટ ગામ પાસે નદી કિનારો અને સ્‍મશાન ભૂમિ, ઝરોલી ગામ પાસે કાળું નદી કિનારો અને સ્‍મશાનભૂમિ તથા અંકલાશ ગામ પાસે તળાવ તેમજ માંડા બ્રાંચના મુખીશ્રી રમણભાઈ રયાતના નેતૃત્‍વમાં સરીગામ તળાવ, માંડા તળાવ, કલગામ સ્‍મશાનભૂમિ તથા નારગોલ દરિયા કિનારો તેમજ ઉમરગામ બ્રાંચના મુખીશ્રી કિશોરભાઈ દેસાઈના નેતૃત્‍વમાં ઉમરગામ ટાઉન ગેસ્‍ટ હાઉસની પાસે દરિયા કિનારો, ઉમરગામ ટાઉન રોહિતવાસ શ્રી મહાદેવ જી મંદિરની પાસે તળાવ, ઉમરગામ ટાઉન અક્રા મારૂતિ મંદિરની પાસે તળાવ, સંજાનસંજાન-ઉમરગામ ખાડી પાસે સ્‍મશાનભૂમિ તથા સંજાન હુમરણ ખાડી તેમજ ઉદવાડા બ્રાંચના મુખીશ્રી ચંદુભાઈ પટેલના નેતૃત્‍વમાં પલસાણા ખાડી કિનારે ગંગાજી સ્‍મશાન ભૂમિ તથા પારડી પાસે રોહિત ખાડી સ્‍મશાન ભૂમિ તેમજ પરીયા બ્રાંચના મુખીશ્રી અશોકભાઈ પરમારના નેતૃત્‍વમાં પરીયા સ્‍મશાન ભૂમિ તથા પરીયા તળાવ તેમજ ધગડમાડ બ્રાંચના મુખીશ્રી અશોકભાઈ આહિરના નેતૃત્‍વમાં વાઘછીપા નદી કિનારો, અરનાલા શિવ મંદિરની નજીક નદી કિનારો તથા ધગડમાડ તળાવ કિનારે જામેલી લીલ, કીચડ, પ્‍લાસ્‍ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્‍વચ્‍છ જળ સ્‍વચ્‍છ મનનો સંદેશ આપશે.
બાબા હરદેવ સિંહ દ્વારા સમાજ કલ્‍યાણ માટે આજીવન અનેક કાર્યો કરવામાં આવ્‍યા જેમાં સ્‍વચ્‍છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે. બાબા હરદેવની શિક્ષાઓથી પ્રેરણા લઈ દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્‌ગુરુ માતા સુદીક્ષા મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંત નિરંકારી મિશનના સચિવ શ્રી જોગીન્‍દર સુખીજાના હવાલા થી વિસ્‍તૃત જાણકારી આપતા જણાવ્‍યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષના લગભગ 1000 સ્‍થળો પર 730 શહેરો, 27 રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવશે,જેમાં નિરંકારી મિશનના લગભગ દોઢ લાખ સ્‍વયંસેવકો તેમના સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્‍થાઓ’ જેમ કે દરિયા કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલો, કુવાઓ, પોખર, જોહડ, વિભિન્ન ઝરણાઓ, પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે તેને સ્‍વચ્‍છ અને નિર્મળ બનાવશે.
આ અભિયાનમાં મુખ્‍યતઃ ઉત્તરી ક્ષેત્રથી વ્‍યાસ, ગંગા, યમુના, ધાધરા, કેન્‍દ્રીય ક્ષેત્રમાં ચંબલ, બેતવા, નર્મદા, કળષ્‍ણા, તાપી, સોન નદી, પヘમિી ક્ષેત્ર થી સાબરમતી, મહી, તવા, પૂર્વી ક્ષેત્રથી મહાનદી, ગોદાવરી, અને દક્ષિણી ક્ષેત્રથી કળષ્‍ણા, કાવેરી, કોલ્લીદ્મ વગેરે પ્રમુખ નદીઓને સંમિલિત કરવામાં આવી છે.
‘અમૃત પરિયોજના’ અંતર્ગત ભારતના દક્ષિણી ક્ષેત્રોના મુખ્‍ય તટબંધોની સ્‍વચ્‍છતા જેમાં સુરત, મુંબઈથી લઈ ગોવા સુધીના કોંકણ બેલ્‍ટ, માલાબાર તટના કર્ણાટક, કેરળની તટીય રેખાઓ અને અરબ સાગરની પヘમિી ઘાટની સીમાને તથા કોરોમંડળ તટના દક્ષિણી પૂર્વીય તટીય ક્ષેત્રોને સ્‍વયંસેવકોની ટીમ દ્વારા આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં કાવેરી ડેલ્‍ટાને પણ કવર કરવામાં આવશે.

Related posts

ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

Leave a Comment