Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: છેલ્લા કેટલાક સમયથી શાળામાં જતા સગીર વયના વિદ્યાર્થીઓ અને આમ બાળકો પોતાના ઘરની મોટરસાયકલ ઉપર બિન્‍દાસ પોતાના બે થી ત્રણ મિત્રોને મોટર સાયકલ પર બેસાડી મોટર સાયકલ ચલાવી રહ્યા હોય અને ઘણી વખત આવા બે થી વધુ મોટરસાયકલ સવારો ત્રણ સવારી બેસાડી મોટરસાયકલની રેસ પણ લગાવી બેફામ સ્‍પીડે મોટરસાયકલ ચલાવતા હોય, આવા બાળકોના વાલીઓને સબક મળે અને તેઓ પોતાના બાળકોની તકેદારી રાખે જેથી કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઇ તકેદારીના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ ડી.એમ. ચૌધરી અને પારડી ટ્રાફિકના પરેશભાઈ તથા અન્‍ય સ્‍ટાફ દ્વારા પારડી મહેતા હોસ્‍પિટલ નજીક હાઇવેના સર્વિસ રોડ ખાતે એક મોટરસાયકલ ચેકિંગનું ડ્રાઈવ રાખવામાં આવ્‍યું હતું. જેમાં 11 જેટલી મોટરસાયકલ ચાલકોને મેમો આપવામાં આવ્‍યા હતા. જ્‍યારે પાંચજેટલી મોટરસાયકલ ડીટેઇન કરવામાં આવી હતી. આમ જિલ્લા તથા પારડી પોલીસના આકસ્‍મિત ચેકિંગથી લોકોમાં થોડાક ફેલાઈ ગયો હતો.
આ દરમિયાન એક મોટરસાયકલ સવારને મેમો અપાતા ગુસ્‍સામાં આવી પોતે આર્મીમેન હોવાનો રોફ જમાવી આ ઘટનાનું કવરેજ કરી રહેલ પત્રકાર પાસે જઈ તેમના આઈકાર્ડની માંગણી કરી પોતાના મોબાઈલમાં શૂટિંગ કરતા હોવાનું જણાવતા પત્રકારે પણ પોતાનો કાર્ડ વિગેરે બતાવી અને ફરજ સમજાવતા આખરે આર્મીમેન હોવાનો રોફ જમાવતા વ્‍યક્‍તિએ વિડીયો ડીલીટ કરી પત્રકારની માફી માંગી ચાલતી પકડી હતી.

Related posts

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment