Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બીજા દિવસે ડુંગરા અને સુલપડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. ડુંગરા ઝોન કચેરી પાસે, વાપીમાં સવારે 10 થી 12 દરમ્‍યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઇ, ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, મામલતદારશ્રી કલ્‍પનાબેન, કાઉન્‍સીલર ઉમાબેન હળપતિ, નીલેશ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દિલ્‍હીથી આવી પહોંચેલા સંકલ્‍પ યાત્રાના રથનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોએ આયુષ્‍યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજના અંગે માહિતી આપી હતી અને વધુને વધુ લોકો સરકારની આ યોજનાનો લાભ લે એ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે વિવિધ યોજનાઓનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો અને યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે લાભનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 900 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્‍ય ગાથા રજૂ કરી હતી. સુલપડ પ્રાથમિક શાળા, વાપીમાં બપોરે 3થી 5 દરમ્‍યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ, નગરપાલિકાના સભ્‍યશ્રીઓ ઈન્‍દુબેન પટેલ, ગંગાબેન હળપતિ, ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, મામલતદારશ્રી કલ્‍પનાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ આયુષ્‍યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજના અંગે માહિતી આપી હતી અને વધુને વધુ લોકો સરકારની આ યોજનાનો લાભ લે એ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે વિવિધ યોજનાઓનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો અને યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે લાભનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમમાં 720 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્‍ય ગાથા રજૂ કરી હતી. આભારવિધિ કારોબારી ચેરમેન મિતેષ દેસાઇએ કરી હતી.

Related posts

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્‍પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

Leave a Comment