Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

રામ ઉર્ફે બુઢા ચિન્નયા ધોત્રે તથા નવિન રમેશ ધોડીની ગેંગ બંધ
મકાનોને ટારગેટ કરતી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા એલ.સી.બી.એ મહારાષ્‍ટ્રની ધોત્રે ગેંગના બે રીઢા ચોરને ઝડપી પાડીવિવિધ 16 જેટલી ઉમરગામ વિસ્‍તારમાં થયેલી ચોરીના ભેદ ઉકેલવાની સફળતા મળી છે. તેમજ ચોર આરોપીઓ પાસેથી રોકડ સહિતનો રૂા.10,32,650 નો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.
એલ.સી.બી.એ ઝડપેલ ધોત્રે ગેંગના રામ ઉર્ફે બુઢા ચિન્નયા ધોત્રે તથા નવિન રમેશ ધોડી ઝડપાયા બાદ પૂછપરછમાં ઉમરગામ વિસ્‍તારના અનેક ચોરીઓની કબુલાત કરી હતી તે પૈકી ગત તા.02 જાન્‍યુઆરીએ ઉમરાગમ મમકવાડા વાવર ફળીયામાં રહેતા અરૂણાબેન બચુભાઈ દુબળાને ઘરે સોના ચાંદીના ઘરેણા રૂા.9.50 લાખની મત્તા ચોરી કરી હતી તેમજ ગત ઓગસ્‍ટમાં ટીંભીના ફલેટમાંથી 31 ઈંચનું ટીવી તથા કરમબેલામાંથી રૂા.1.30 લાખ મત્તાની ચોરી, સોળસુંબામાં અલગ અલગ ચોરીમાં રૂા.5.11 રોકડા, ઉમરગામ ટાઉનમાં રૂા.2.24 લાખની, નારગોલમાં રૂા.1.47 લાખની, ભિલાડ વિસ્‍તારમાં 2021 થી અત્‍યાર સુધીમાં રૂા.15.97 લાખની વિવિધ ચોરીઓ રીઢા ચોરોએ કબુલાત કરી હતી. આ ગેંગ બંધ મકાનોને ટારગેટ કરતી હતી તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો પણ ચોરીઓ કરતા હતા. ગેંગના અન્‍ય સભ્‍યો શ્‍યામ ઉર્ફે સંચા ચિન્નયા, જીતુ શશી દુસાંગે વોન્‍ટેડ છે. મહારાષ્‍ટ્રમાં વિવિધ પો.સ્‍ટે.માં ગુના નોંધાયેલા છે. એલ.સી.બી. પી.આઈ. બારડ, પી.એસ.આઈ. બેરીયા, ભીગરાડીયા અને ટીમે રીઢા ચોર ગેંગનો પર્દાફાશ કર્યોહતો.

Related posts

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

દીવ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે હેમલતાબેન સોલંકીની કરાયેલી નિમણૂક

vartmanpravah

Leave a Comment