December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

કારોબારી ચેરમેન તરીકે મિતેશ દેસાઈ શાસકપક્ષ નેતા તરીકે નિલેશ રાઠોડ અને દંડક તરીકે દિલીપ યાદવની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી બાદ ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્‍ય સભા આજે મંગળવારે સવારે 11 કલાકે પાલિકા સભાખંડમાં યોજાઈ હતી. સામાન્‍ય સભામાં વાપી પાલિકાના નવા પ્રમુખ તરીકે શ્રીમતી કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અભય શાહની વરણી કરવામાં આવી હતી. જ્‍યારે કારોબારી ચેરમેન તરીકે શ્રી મિતેશ શાહ અને દંડક તરીકે શ્રી દિલીપ યાદવ અને શાસક પક્ષના નેતા તરીકે શ્રી નિલેશ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પાલિકાની સામાન્‍ય ચૂંટણી બાદ એક યક્ષ પ્રશ્ન રાજકીય અને શહેરમાં ચર્ચામાં રહ્યો હતો કે, પાલિકાના નવા પ્રમુખ કોણ હશે? સામાન્‍ય મહિલા સીટ અનામત હોવાથી મહિલા પ્રમુખ હશે તે તો નક્કી હતું. ત્રણ ચાર મહિલાઓના નામોની ચર્ચાને અંતે આજે પાલિકાના નવિન પ્રમુખ તરીકે શ્રીમતી કાશ્‍મિરાબેન શાહની વરણી કરવામાં આવી હતી. આમ તો દેસાઈ અને જૈન વચ્‍ચે સત્તાની સીધી હરિફાઈ ચર્ચામાં હતી પરંતુ ભાજપે વચ્‍ચેનો રસ્‍તો કાઢીપ્રમુખ-ઉપ પ્રમુખ તરીકે શાહ અને દેસાઈનું પ્રતિનિધિત્‍વ આપવા માટે કારોબારી ચેરમેન તરીકે શ્રી મિતેશ શાહ ઉપર કળશ ઢોળાયો હતો.
ચૂંટાયેલા નવા પ્રમુખ-ઉપ પ્રમુખોને વિદાય થનાર પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલએ શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ અને ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત ઉપસ્‍થિત રહ્યા હતા. ચૂંટાયેલા પ્રમુખ-ઉપ પ્રમુખે વાપીના સર્વોચ્‍ચ વિકાસને પ્રાધાન્‍ય આપવાનું જણાવ્‍યું હતું.

Related posts

દાનહની લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે લડશેઃ મહેશ શર્મા

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment