October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

દેશનો છેવાડાનો માનવી સરકારની યોજનાથી વંચિત ના રહે જેને લઈ
રથયાત્રાનો આરંભ

સરકારની વિવિધ 17 થી વધુ યોજનાનો લોકોને મળશે લાભ: પારડીમાં 853 થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મળ્‍યો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે ગુજરાતના વિકાસને લઈ ગુજરાતના છેવાડાના વ્‍યક્‍તિનો પણવિકાસ થાય એ હેતુસર અનેક યોજનાઓની શરૂઆત કરી ગુજરાતને વિકાસશીલ બનાવ્‍યું હતું.
પ્રધાનમંત્રી બન્‍યા બાદ આવી જ ગુજરાતને મળતી વિવિધ વિકાસશીલ યોજનાઓ જેવી કે પી.એમ. સ્‍વનિધી યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પી.એમ. ઉજવલા યોજના, પીએમ મુદ્રા લોન યોજના, સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા, આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, પીએમ આવાસ યોજના અર્બન, સ્‍વચ્‍છ ભારત અભિયાન અર્બન, પી.એમ. ઈ બસ સેવા, અટલ મિશન ફોર રેજુ વેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન, પીએમ ભારતીય જન ઔષધી પરિયોજના, ઉજાલા યોજના, સૌભાગ્‍ય યોજના, ડિજિટલ પેમેન્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, ખેલો ઈન્‍ડિયા, આરસીએસ ઉડાન અને વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત સ્‍ટેશન યોજના જેવી 17 જેટલી વિવિધ યોજનાઓ દેશના લોકો સુધી પહોંચાડી દેશના વિકાસ માટેના પ્રયત્‍નો કર્યા છે. આ યોજનાઓ લોકો સુધી પહોંચે અને દેશનો છેવાળાનો વ્‍યક્‍તિ સરકારની આ યોજનાથી વંચિત ન રહે જેને લઈ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આયોજન કરવામાં આવ્‍યું છે જે રથ ભારતના દરેક સ્‍થળે જઈ સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો વિશે દેશના લોકોને માહિતગાર કરી રહ્યો છે.
આજરોજ પાર્ટી નગરપાલિકા વિસ્‍તાર ખાતે પણ આ રથનું આગમન થતાં પાર્ટીવિસ્‍તારના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ ખાતુ સંભાળતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્‍થિતિમાં આ રસનો પારડી વિસ્‍તારમાં આરંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી પ્રજાની ચિંતા કરે છે માટે લોકોને અનેક લાભો આપી રહ્યા છે. નાણામંત્રી કનુભાઈ વિશે તેમને કહ્યું હતું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી પાંચ લાખની આયુષ્‍માન કાર્ડની સહાયમાં તેઓ નાણામંત્રી બન્‍યા બાદ રાજ્‍ય સરકાર તરફથી પણ પાંચ લાખની સહાય જાહેર કરી કુલ 10 લાખની સહાય આયુષ્‍માન કાર્ડ દ્વારા લોકોને મળશેનું જાહેર કર્યું છે. આ ઉપરાંત તેમણે આગામી આવી રહેલ ગુજરાત સરકારનું બજેટ પણ પ્રજાલક્ષી હોવાથી આશા વ્‍યક્‍ત કરી હતી.
કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ ગરીબ કલ્‍યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને અનેક લાભો મળી રહ્યા છે. નરેન્‍દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્‍યા બાદ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું કર્યું છે અને એક નવું ભારત બની રહ્યું છે. આ ઉપરાંત તેમણે 22મી જાન્‍યુઆરીએ અયોધ્‍યામાં થઈ રહેલ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી 1000 જેટલારામભક્‍તોને અયોધ્‍યા લઈ જવા માં આવશે હોવાની જાહેરાત કરી હતી.
આજના આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુવાનીના શીર્ષક હેઠળ અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ વિવિધ યોજના થકી લાભો વર્ણવ્‍યા હતા તથા લોકોને વિવિધ યોજનાઓનો જગ્‍યા પર લાભ મળી રહે એ માટે વિવિધ સ્‍ટોલ પણ રાખવામાં આવ્‍યા હતા.
આજના આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ તથા શિલ્‍પેશ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ તથા મહામંત્રી પ્રણવ દેસાઈ અને કેતન પ્રજાપતિ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, પારડી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ જેસીંગ ભરવાડ, મહામંત્રી મુકેશ પટેલ ગોવિંદભાઈ પટેલ, પ્રાંત સાહેબ ગોહિલ, મામલતદાર આર. આર. ચૌધરી, ચીફ ઓફિસર બી.બી. ભાવસાર તથા શિક્ષકગણ અને મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

Leave a Comment