January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

મીટ ધ ચેમ્‍પિયન થીમ ઉપર યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ડેમાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપીની જાણીતી જૈન યુવક ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં વાર્ષિક સ્‍પોર્ટ્‍સ ડેની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિશાળ મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં મીટ ધ ચેમ્‍પિયન્‍સ થીમ ઉપર સ્‍પોર્ટ્‍સ ડેની ઉજવણી કરાઈ હતી.
શાળાના સ્‍પોર્ટ્‍સ ડે ઉજવણી કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ડો.આશિષ ઠાકુર ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષા-અંડર-17 ફૂટબોલ, અંડર-19કબડ્ડીનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના અધ્‍યક્ષ સુંદરલાલ શાહ, અજયભાઈ સી. શાહ (સેક્રેટરી) હરીન શાહ ટ્રેઝરર તેમજ મુખ્‍ય દાતા હેમંતભાઈ શાહ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આચાર્યાએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ખાસ નજરાણું એ રહ્યું હતું કે, વિદ્યાર્તીઓ દ્વારા મશાલ રેલી, માર્ચ પાસ્‍ટ, યોગા, કરાટે અને પિરામીડ રજૂ કર્યા હતા તેમજ 100 મીટરથી 800 મીટરની વિવિધ દોડ સ્‍પર્ધા યોજાઈ હતી. શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને શિલ્‍ડ-પુરસ્‍કાર આપી મહાનુભાવોને હસ્‍તે સન્‍માનિત કરાયા હતા.

Related posts

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment