Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

સર્વિસ સ્‍ટેશન લઈ જતી ટ્રેનનું એન્‍જિન લૂપ લાઈન ઉપર ખડી પડયુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ રેલવે સ્‍ટેશને બુધવારે રાત્રે રેલવે અકસ્‍માત સર્જાયો હતો. સર્વિસ સ્‍ટેશન લઈને જઈ રહેલ ટ્રેનનું એન્‍જિન અચાનક લુપ લાઈન ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી.
વલસાડ રેલવે સ્‍ટેશનથી પ્‍લેટ નંબર-5 ઉપર પસાર થઈ રહેલ સર્વિસ સ્‍ટેશન ભરીને જઈ રહેલ ટ્રેનનું એન્‍જિન અચાનક પાટા ઉપરથી ખડી પડતા ટ્રેન થોભાવાઈ હતી. અચાનક અકસ્‍માત સર્જાતા રેલવે લોકોનો ટેકનિકલ સ્‍ટાફ રેલ લાઈન ઉપર દોડી ગયો હતો અને મરામતની કામગીરી શરૂ કરી હતી. અલબત્ત સદ્દનસીબે પેસેન્‍જર ટ્રેનનું એન્‍જિન હોત તો મોટો હોબાળો મચી જવા પામ્‍યો હતો. પરંતુ ટેકનિકલ ટ્રેન હોવાથી ખાસ રેલવે સ્‍ટેશને કોઈ દોડધામ કે ચર્ચા થઈ નહોતી. હા ટેકનિકલ સ્‍ટાફે ભારે દોડધામ કરી હતી.રેલવેમાં નાના મોટા અકસ્‍માત અપવાદમાં સર્જાતા રહે છે.

Related posts

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

વાપી છીરીના પેટ્રોલ પમ્‍પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment