December 1, 2025
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14
‘‘ઘાયલ કી ગત ઘાયલ જાને” જ્‍યારથી પારડી નગરપાલિકામાં એસસી અને એસટી પ્રમુખ-ઉપપ્રમુખ બન્‍યા છે ત્‍યારથી હંમેશા દબાઈને અને ડર ઉદ્દભવતા સફાઈ કર્મીઓને પાંખ ઉગી છે. તેઓ હવે ખુલીને પોતાની વ્‍યથા પ્રમુખ-ઉપપ્રમુખને જણાવી રહ્યા છે.
ઠંડીની સીઝનમાં સૌ કોઈ વહેલી સવારે પથારીમાં ઓઢીને સૂતા હોય છે ત્‍યારે આવી કડકડતી ઠંડીની પરવા કર્યા વિના નગરને સ્‍વચ્‍છ અને સુઘડ બનાવવા પોતાની ફરજ પૂર્ણ કરવા વહેલી સવારથી સફાઈ કર્મીઓ સમગ્ર નગરની ગંદકીઓ દૂર કરી આપણા જાગ્‍યા પહેલા નગરને સ્‍વચ્‍છ બનાવી દેતા હોય છે.
હરેક મનુષ્‍યને ઋતુની અસર થતી જ હોય છે ત્‍યારે આવી ઠંડીથી થોડી રાહત મળે તે માટે આ સફાઈ કર્મીઓએ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ આગળ સ્‍વેટરની માંગ કરી હતી અને તેઓની વ્‍યથાસમજતા પ્રમુખ-ઉપપ્રમુખે સામાન્‍ય સભામાં ઠરાવ કરી આજરોજ તમામ 43 જેટલાસ્ત્રી-પુરૂષ સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ કરી તેઓને આવી ઠંડીમાં રાહત મળે એવુ સરાહનીય કાર્ય કર્યું હતું.

Related posts

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment