October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશવાપીસેલવાસ

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

File Photo

  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : આજે મોટી દમણના ઝરી મંદિર નજીક રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આવેલા મોટરસાયકલ ચાલક રાજ સુરેશ પટેલ(ઉ.વ.22)નું ઘટના સ્‍થળે જ મોત થવા પામ્‍યું હતું. જ્‍યારે મોટરસાયકલની પાછળ બેસેલા મૃતકના કાકા હરેશ જગુ પટેલને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કર્યા હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રોડમાં ઠેર ઠેર ખોદાણ અને ખાડાઓ હોવાના કારણે મિનિબસ નં. ડીડી-03 એફ- 9219ના ચાલકે પોતાની ગાડીને રોંગ સાઈડ લેતાં મોટરસાયકલ ચાલક રાજ પટેલને અડફેટમાં લેતાં ઘટના સ્‍થળે જ મોત થયું હતું. મોટી દમણ કોસ્‍ટલ પોલીસે મિનિબસ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment