January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

વેન સુરતથી કિંમતચી સામાન ભરીને મુંબઈ હેડ ઓફિસે જતી હતી : ચાલક, ગાર્ડ અને મેનેજરને સલામત રીતે બહાર કઢાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ સરોધી હાઈવે ઉપર એકતા હોટલ સામે આજે શુક્રવારે સવારે ગંભીર અકસ્‍માતસર્જાયો હતો. સુરતથી મુંબઈ જઈ રહેલી સિક્‍યોરિટી વેનની એક્‍સલ તૂટી જતા વેન પલટી મારી ગઈ હતી. વેનમાં ગોલ્‍ડ અને રોકડ રકમ હતી. અકસ્‍માતમાં ચાલક, ગાર્ડ અને મેનેજરને સલામત રીતે બહાર કઢાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સીકવલ ગ્‍લોબલ પ્રિસિઓસ લોજીસ્‍ટીક કંપનીની બોલશે. પિકઅપ વેન નં.એમએચ 02 એફજી 9856 સુરતથી વેનમાં રોકડ કેશ અને ગોલ્‍ડ ભરીને સુરતથી મુંબઈ હેડ ઓફિસે જવા નિકળી હતી. તે દરમિયાન સરોધી હાઈવે હોટલ એકતા સામે વેનની એક્‍સલ તૂટી જતા ચાલકે સ્‍ટેયરીંગ ઉપર કાબુ ગુમાવ્‍યો હતો. પિકઅપ વેન ડિવાઈડર સાથે ભટકાઈ પલટી મારી ગઈ હતી. આસપાસના લોકો દોડી આવીને વેનમાં બેઠેલા ગાર્ડ અને મેનેજરને બહાર કાઢી ત્રણેય ઘાયલોને 108 દ્વારા સિવિલમાં ખસેડાયા હતા. જ્‍યારે ચાલક સામાનનું ધ્‍યાન રાખતા સ્‍થળે જ ઉભો રહેલો. પોલીસે આવી વેનને ક્રેનની મદદથી ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

વાપીમાં નશો કરવા વપરાતી સીરપ સાથે એસ.ઓ.જી.એ એક યુવાનને ઝડપી પાડયો

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

Leave a Comment