Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

કેમિકલ અને રિયલ એસ્‍ટેટમાં કંપની કામકાજ કરે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપીમાં છેલ્લા બે દિવસથી આવકવેરા વિભાગનું એક કંપનીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. રવિવારે સી.બી.ડી.એ જાણકારી આપી હતી કે, વાપી, સરીગામ, સેલવાસ, મુંબઈ સહિત 20 જેટલી જગ્‍યાઓ ઉપર દરોડા પાડીને 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી પાડી હતી.
આવકવેરા વિભાગે 18 નવેમ્‍બરના રોજ વાપી,સરીગામ, સેલવાસ અને મુંબઈ આવેલા 20થી વધુ જગ્‍યાએ દરોડા પાડીને કંપનીના દસ્‍તાવેજો, ડાયરી, મોટી બિનહિસાબી આવક દર્શાવતા ડિઝીટલ ડેટો ગુનાહિત પુરાવા અને ગૃપ દ્વારા સંપતિમાં રોકાણ જપ્ત કરવામાં આવ્‍યું હતું. બોગસ ખરીદી ઈનવોઈસ ઉપયોગ, જી.એસ.ટી. ક્રેડીટ, નકલી કમિશન ખર્ચની વિવિધ પધ્‍ધતિ અપનાવી કર પાત્ર આવક છુપાવાઈ હતી. જે આવકવેરાની તપાસમાં બહાર આવ્‍યું હતું. તેથી મહારાષ્‍ટ્રની અર્બન ક્રેડીટ કો.બેન્‍કના 53 કરોડના વહેવારો પર આવકવેરા વિભાગે પ્રતિબંધ કર્યા છે. કાર્યવાહી દરમિયાન 2.5 કરોડ, 1 કરોડની જ્‍વેલરી પણ જપ્ત કરાઈ હતી. તદ્દઉપરાંત 16 બેંક ખાતાઓમાંથી 100 કરોડના વહેવારો પણ અટકાવાયા હતા. કંપની કેમિકલ અને રિયલ એસ્‍ટેટમાં કામગીરી કરે છે.

Related posts

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment