Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

નુમા ઇન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : નેશનલ યુનિટી ઓફ માર્શલ આર્ટ ઇન્‍ડિયા દ્વારા વલસાડના ઉદવાડાગામ સ્‍થિત શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમ શાળામાં નુમા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું રવિવાર તા.13મી ઓક્‍ટોબરના રોજ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના પારડી તાલુકાના કાંઠા વિસ્‍તારના એવા ઉદવાડાગામ ખાતે આવેલી શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમની શાળમાં નેશનલ યુનિટી ઓફ માર્શલ આર્ટ ઇન્‍ડિયા દ્વારા નુમા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં લગભગ 350 જેટલા કરાટેવીર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તેઓએ કરાટેના વિવિધ દાવપેચનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્‍પર્ધા વિવિધ વયશ્રેણીમાં રમાડવામાં આવી હતી જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ પ્રાપ્ત કરનારા સ્‍પર્ધકોને મેડલઅને મેરિટ પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે તમામ ભાગ લેનારા સ્‍પર્ધકોને પણ પ્રોત્‍સાહક મેડલ અને ભેટ આપીને સન્‍માનવામાં આવ્‍યા હતા.
પ્રારંભમાં કાર્યક્રમની શરૂઆત મુખ્‍ય અતિથિ પદે ઉપસ્‍થિત રહેલા શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમ શાળાના આચાર્ય શ્રીમતી ધારા પટેલ સાથે શાળાના કર્મચારી શ્રીમતી હેમાંગીની, નુમા ગુજરાત પ્રેસિડેન્‍ટ શ્રી ગન બહાદુર, નુમા દમણના પ્રેસિડેન્‍ટ શ્રી કૌશિક ભંડારીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
નુમા ઇન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ ટીમ ટ્રોફીમાં પ્રથમ ક્રમે ઉદવાડાની શાંતાબા સ્‍કૂલ, બીજા ક્રમે દમણની શ્રીનાથજી સ્‍કૂલ અને ત્રીજા ક્રમે પરિયા ખાતેની ગાંધી વિદ્યાલય રહી હતી.
ટુર્નામેન્‍ટના સફળ આયોજન માટે મુખ્‍ય અધિકારી શ્રી પાર્થ પારડીકર, શ્રી શૈલીન ધોડી, શ્રી લલિત માલી, શ્રી નક્ષત્ર, શ્રી આદર્શ, શ્રી મીટ, શ્રી બંટી અને આયુષીની સાથે 25 જેટલા મુખ્‍ય ટીમ સભ્‍યો, 12 નુમા વોલેન્‍ટિયર્સ અને ટુર્નામેન્‍ટ કો-ઓર્ડિનેટર નિકિતા ઉદેશી તથા સ્‍નેહા જરીવાલાએ તેમનું યોગદાન આપ્‍યું હતું.
અંતમાં નુમા ઇન્‍ડિયા ડાયરેક્‍ટર શ્રી આકાશ ઉદેશી અને જનરલ સેક્રેટરી શ્રી અર્જુન ઉદેશીએ શેઠ પી.પી.મિષાી સ્‍કૂલ અને નુમાના તમામ સભ્‍યોનો આભાર માન્‍યો હતો.

Related posts

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment