January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

અબ્રામાથી દરરોજ આરતીબેન વિજયભાઈ હળપતિ પારડી
હોસ્‍પિટલમાં નોકરી જતી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ નજીક મુકુંદ ઓવરબ્રિજ પાસે આજે સવારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અબ્રામાથી નિકળી યુવતિ મોપેડઉપર પારડી હોસ્‍પિટલમાં નોકરી પર જઈ રહી હતી ત્‍યારે મુકુંદ ઓવરબ્રિજ ઉપર એક કન્‍ટેનરે મોપેડને ટક્કર મારી દેતા યુવતિનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
કરુણ અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ અબ્રામામાં રહેતી 22 વર્ષિય યુવતિ આરતીબેન વિજયભાઈ હળપતિ નિત્‍યક્રમ મુજબ આજે સવારે મોપેડ નંબર જીજે 15 ડીએન 2878 ઉપર સવાર થઈ પારડી હોસ્‍પિટલમાં નોકરી પર જવા નિકળી હતી. પરંતુ કિસ્‍મતને કંઈક અલગ મંજુર હશે. મોપેડ હાઈવે મુકુંદ ઓવરબ્રિજ ઉપર પસાર થઈ રહ્યું હતું ત્‍યારે એક અજાણ્‍યા કન્‍ટેનર ચાલકે મોપેડને ટક્કર મારી દેતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં આશાસ્‍પદ આરતીબેન ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. પોલીસે સ્‍થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

Leave a Comment