October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

દાનહ સાંસદના પી.એ. ગૌરાંગ સુરમા, આદિવાસી વિકાસ સંગઠનના સસ્‍પેન્‍ડ થયેલા મેનેજમેન્‍ટ માટે કામ કરતા ઈસ્‍લામ અલીની ચોરી પ્રકરણમાં મહત્ત્વની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ઉજાગર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સમગ્ર સંઘપ્રદેશમાં ચર્ચાના ચકડોળે ચડેલા દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ આદિવાસી ભવનમાંથી ચોરી પ્રકરણમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે ગૌરાંગ સુરમા, ઈસ્‍લામ અલી, જીતેન્‍દ્ર પટેલ અને દલપત પટેલને 9મી તારીખ સુધીના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે ધરપકડ કરાયેલા અન્‍ય પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં ધકેલવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આદિવાસી વિકાસ સંગઠનની દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં દાનહ સાંસદના પી.એ. ગૌરાંગ સુરમા અને સસ્‍પેન્‍ડ થયેલા આદિવાસી વિકાસ સંગઠનનામેનેજમેન્‍ટ માટે કામ કરતા ઈસ્‍લામ અલી શેખની ભૂમિકા મહત્ત્વની હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવ્‍યું છે.
દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરીનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ હોવાથી પોલીસ તંત્ર પણ સંપૂર્ણ તકેદારી સાથે પોતાની ફરજ બજાવી રહ્યું છે અને આવતા દિવસોમાં મોટો ઘટસ્‍ફોટ થવાની શક્‍યતા નકારાતી નથી.

Related posts

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

Leave a Comment