Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: આરોગ્‍ય વિભાગ દીવ દ્વારા આજરોજ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે ‘‘સંપૂર્ણ રસીકરણ/ ઓરિ-રુબેલાનાબુદી વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા WHO ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના તમામ સ્‍પેશિયલીસ્‍ટ તબીબો, મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ., એ.એન.એમ. બહેનો તથા હેલ્‍થ સટાફ હાજર રહેલ. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ દીવ કલેક્‍ટર શ્રી બ્રહ્માના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને વય અનુસાર નિયમિત રસીકરણ કરવામાં આવે છે. સાથે સાથે રસીથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્‍સ પણ ચાલી રહ્યું છે. દરેક વાલીઓ પોતાના બાળકોને નિયત સમયે નિઃશુલ્‍ક રસી મુકાવે એવો અનુરોધ કરવામાં આવ્‍યો હતો. WHOના ડો. વિનયકુમાર દ્વારા તમામ સ્‍ટાફ ને પ્રશિક્ષણ આપવામાં આવેલ.

Related posts

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

Leave a Comment