July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની કેડી કંડારવા સતત પ્રયત્‍નશીલ, સમગ્ર વર્ષ દરમ્‍યાન થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કુસુમ વિદ્યાલયમાં તા.12મી જાન્‍યુઆરી ગુરૂવારના રોજ સવારે શાળા સમય દરમિયાન ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે દરેક વર્ગમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉત્તરાયણના તહેવારનું મહત્‍વ સમાવ્‍યું હતું. સવિશેષ પતંગ ઊડાડતી વખતે રાખવામાં આવતી સાવધાની, કાળજી અને સંભાળ માટે પણ સમજાવવામાં આવ્‍યું હતું. રસ્‍તે ચાલતા દોરીથી સાવધાન રહેવા બાબતે પણ વિશેષ દરકાર લેવા બાબત સવિસ્‍તાર સમજાવ્‍યું હતું. વિદ્યાર્થીઓએ અમો ચાઈનીઝ તુકકલ કે દોરીનો ઉપયોગ કરીશું નહિ અને કરવા દઈશું નહી આવો સંકલ્‍પ કર્યો હતો. વિદ્યાર્થીઓ પતંગ અને દોરી લઈને આવ્‍યા હતા. શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓએ સંગીતને સથવારે પતંગ ઉડાવવાની મજા માણી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. વિશેષ પતંગના ગીતોએ અને વિદ્યાર્થીઓના પતંગ ઉડાડવાના પ્રયત્‍નોએ આ પર્વમાં ખૂબ જ સરસ આકર્ષણ જમાવ્‍યું હતું. શાળાનું મેદાન ‘કાયપો છે’ ના નારાથી ગે0જી ઉઠ્‍યું હતું. બાદમાં બધા વિદ્યાર્થીઓને તલના લાડુ આપવામાં આવ્‍યા હતા. દરેક વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ આનંદ ઉત્‍સાહથી મજામાણી હતી.

Related posts

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment