નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઈક સાથે આરોપી આશિષ નંદલાલ
રાજપરની પોલીસે અટક કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપી ગુંજન વિસ્તારના હાઉસીંગ કોલોની પાસેથી પોલીસે 10 વર્ષ પહેલાં કપરાડાથી ચોરેલ બાઈક સાથે આરોપીને ઝડપી પાડયો હતો.
વાપી જીઆઈડીસી પોલીસ ગુંજન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હાઉસીંગ કોલોની આકાશ ફલાવર નામની દુકાન પાસેથી નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડરબાઈક જઈ રહેલ યુવાનને પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી. ગાડીના પેપર માંગતા યુવાન ગલ્લા-તલ્લા કરવા લાગેલો. જેનું નામ-ઠામ પોલીસે પૂછેલ ત્યારે આશિષ નંદલાલ રાજપર જણાવ્યું હતું. ક્રોસ તપાસ કરતા આરોપીએ 10 વર્ષ પહેલાં કપરાડાથી બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે 25 હજારની બાઈક મુદ્દામાલમાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.