October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

શોર્ટસર્કિટથી આગ લાગ્‍યાનું પ્રાથમિક અનુમાન : ઈજાગ્રસ્‍ત કોઈ નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી બજારમાં કાર્યરત નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં આજે શુક્રવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી બજારમાં આવેલ એક નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં સવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ધુવાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા હતા. ભરબજાર હોવાથી અસંખ્‍ય લોકો એકઠા થઈ ગયા હતા. તુરત પાલિકા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ પાસે જ હોવાથી તુરત ધસી આવી હતી. થોડી જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગની ઘટનામાં કોઈ દાઝ્‍યુ હોય કે ઘાયલ થયુ નહોતું.દુકાન માલિક અને ગ્રાહક સમય સુચકતાથી બહાર ધસી ગયા હતા. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટસર્કિટ થઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન હળપતિના પુત્રનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકારની મુલાકાતમાં દમણ અને દીવના અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ-એસ.ઓ.પી.ની યાદ અપાવતા સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment