(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: આગામી તા.7 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશ મહોત્સવ ઉપલક્ષમાં ધરમપુર ધર્મ જાગરણ સંસ્થા દ્વારા 300 ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
સામાન્ય પરિવારો બાપ્પાની ભક્તિ કરી શકે તે માટે ધર્મ જાગરણ સંસ્થાએ ધરમપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજીની 300 ઉપરાંત મૂર્તિઓ નિઃશુલ્ક અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિઓ પ્રાપ્ત કરીને લોકો ભાવ વિભોર બન્યા હતા. પોતાના ફળીયા કે ઘરમાં બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરી આગામી દશ દિવસ ભક્તિમાં લીન થઈ બાપાની સેવા પૂજા, આરતી કરી ધન્યતા અનુભવશે.