January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર બે વ્‍યક્‍તિઓની દાનહ પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાંથી અને ગુજરાતમાંથી નર્સિંગ કોર્ષ લેબોરેટરી ટેક્‍નીશિયન જેવા કોર્ષ કર્યા બાદનોકરી માટે એક મહારાષ્ટ્રના વ્‍યક્‍તિ દિપેશ અને નરોલી ગામના કમલેશ જેઓએ ટ્રેનિંગ આપ્‍યા બાદ નમો મેડિકલ કોલેજમાં સારા પગારની નોકરી અપાવવાના નામે અંદાજીત 150થી વધુ લોકો પાસે કોઈક પાસે એક લાખ તો કોઈક પાસે દોઢ-બે લાખ રૂપિયા લઈ લીધા હતા.
ત્‍યારબાદ તેઓને લદ્દાખમાં અને ગોવામા ટ્રેનિંગ માટે લઈ જવામા આવ્‍યા હતા, પરંતુ ત્‍યાં કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. જેથી ભોગ બનનાર છોકરીઓ આ બન્ને એજન્‍ટોને ક્‍યાં તો અમને નોકરી અપાવો નહિ તો અમારા પૈસા પાછા આપો, જેથી આ એજન્‍ટોએ કેટલાક લોકોને ચેક આપ્‍યા હતા, પરંતુ તેઓએ જેવા બેન્‍કમાં ચેક નાખ્‍યા તો બાઉન્‍સ થઈ ગયા હતા. ઉપરોક્‍ત બંને ઠગબાજો સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં રોકાણકારોના મેડિકલ રિપોર્ટ બનાવી રહ્યા હતા તે સમયે ત્‍યાં નોકરી પર તૈનાત પોલીસ કર્મચારીઓને તેઓ પર શંકા જતા પોલીસે એજન્‍ટોને અને રકમ જમા કરાવનારને મેડિકલ કરાવવાનું કારણ પુછ્‍યુ ત્‍યારે જણાવેલ કે રકમ જમા લેનાર કંપની એમના રોકાણકારોનો મેડિકલ રિપોર્ટ લેવાનો છે.
આ બન્ને એજન્‍ટો પર એમની વાતમાં તથ્‍ય નહીં જણાતા અને શંકા જતા પોલીસ સ્‍ટેશન પર ફોન કરી દીધો હતો અને આ બન્ને વ્‍યક્‍તિને પોલીસ સ્‍ટેશન પર લાવવામાં આવ્‍યા હતા. આ વાતની જાણલોકોને થતાં નરોલી, સામરવરણી, ભીલાડ તેમજ આજુબાજુના ગામના લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના સાયલી નમો મેડિકલ કોલેજના નામે છેતરપિંડીનો કેસ હોવાથી સાયલી પોલીસ સ્‍ટેશનમાં બન્ને ગઠ વ્‍યક્‍તિઓને લઈ જવામાં આવ્‍યા હતા અને ત્‍યાં ભોગ બનનાર છોકરીઓ અને એમના વાલીઓ પહોંચી એમના જે પૈસા ફસાયા છે એ પરત મળે એના માટે ફરિયાદ અરજી આપી હતી.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

Leave a Comment