June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજરોજ તા.8 ફેબ્રુઆરીને ગુરુવારે વાપી વિશ્રામ ગૃહ ખાતે 182 – ઉમરગાવ વિધાનસભા વિસ્‍તારમાં આવતા વાપી તાલુકાનાં ચણોદ ગામ, નોટીફાઈડ વાપી ચણોદ કોલોની, અને વાપી ન.પા.નાં વોર્ડ નં.5 અને 11 (ડુંગરા) વિસ્‍તારનાં કાર્યકરો સાથે તા.10 ફેબ્રુઆરીને શનિવારે સવારે 11 કલાકે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાતનાં 182 વિધાનસભા ક્ષેત્રમાં એકી સાથે વર્ચ્‍યુલ માધ્‍યમથી આપણા સૌના પથ પ્રદર્શક લોકપ્રિય પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનાં વરદ હસ્‍તે યોજાનાર કાર્યક્રમ અંગે કાર્યકરો સાથે 182 ઉમરગામ વિધાન સભા વિસ્‍તારનાં ઉમરગાવ તાલુકાનાં ધોડીપાડા મુકામે સાંસ્‍કળતિક હોલ ખાતે રાખવામાં આવેલ કાર્યકમનાં આયોજન અંગેની મિટિંગ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરજીએ રાખેલ તેમાં કાર્યક્રમનાં આયોજનની માહિતી આપેલ અને સમગ્ર વિસ્‍તારમાંથી કાર્યકરોને કાર્યકમ સ્‍થળ પર લાવવા વિગેરેનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમગ્ર વિસ્‍તારનાં ભાજપનાં અગ્રણીકાર્યકરો મહેશભાઈ ભટ્ટ, પરેશભાઈ દેસાઈ, દીપકભાઈ પટેલ, ગીતાબેન પટેલ, ભાવિકાબેન ઘોઘારી, અંબાલાલ બાબરીયા, અરવિંદભાઈ ઘોઘારી, અંકિત ત્રિપાઠી, ઉદયસિંહ ઘોરપડે, ભીમરાવ રુપનાર, મણિલાલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મિથુનભાઈ હળપતિ, દેવેન્‍દ્ર હળપતિ, રાજુભાઈ દેસાઈ, વનરાજભાઈ ગૌદાની, જીતેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ ગુંદ, કમલસિહ રાજપૂત અને અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

રખોલી મેઈન રોડ પર મોપેડને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment