January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીની પોદાર ઈન્‍ટરેનશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન ડ્રાઈવ’- રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એક ડ્રાઈવ ફોર ચેન્‍જ એન્‍ડ એકશન વિષયના અનુસંધાન મુજબ પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘બિન ધ ચેન્‍જ ટુ બ્રિંગ ધ ચેન્‍જ મુજબ લોકોમાં જાગૃતિ લાવવાનો સુંદરપ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ પરિવર્તન ડ્રાઈવ તા.09-02-2024 ના રોજ આયોજીત કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ-7 અને 8 નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ક્રમશ વાપીના ચલા વિસ્‍તારનાં રિલાયન્‍સ મોલ અને શુભમ-3 સોસાયટીથી પ્રમુખ ગ્રીન સોસાયટી સુધી પગપાળા રેલી કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ ત્‍યાં જઈ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિ જેમ કે, વોકાથોન, નુક્કડ નાટક, પબ્‍લિક ઓપિનિયન પોલ વગેરે પ્રવૃતિઓ કરી અને ત્‍યાં ઉપસ્‍થિત જનતા પાસે દજીવનમાં સ્‍વપ્રેમ, દયા, સ્‍વીકૃતિ અને સમર્થન પ્રાપ્ત કરવા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સ્‍વની સંભાળ રાખવી અને બીજાની સંભાળ રાખવામાં મદદરૂપ થવા માટે નુક્કડ નાટક દ્વારા પ્રેરણા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાદ્યાયનાં માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્‍યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Related posts

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

vartmanpravah

Leave a Comment