October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલની આગવી રણનીતિથી વર્ષોથી ડેલકર પરિવારના વફાદાર રહેલા કાર્યકરો તથા યુવાનોના મોટા જૂથોએ ભાજપની કંઠી બાંધવાની કરેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા કરાયેલા વિકાસ કામો, પ્રધાનમંત્રીશ્રીની વિવિધ ગેરંટી યોજના તથા પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલની સફળ રણનીતિના પગલે જનાધાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને વર્તમાન સાંસદના ગઢમાં ગાબડું પડવાની પ્રક્રિયા પણ તેજ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખુબ જ લાંબા સમય બાદ ભારતીય જનતા પક્ષે દાદરા નગર હવેલી ખાતે પોતાની તેજ કરેલી ધારના પરિણામે વિવિધ સમાજોમાં પ્રભાવ ધરાવતા આગેવાનોએ ભાજપની કંઠી બાંધવાની શરૂઆત કરી છે. જેમાં લાંબા સમયથી ડેલકર પરિવારના વફાદાર રહેલા કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી સુધીમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકર પાસે પોતાના નજીકના કોઈ કાર્યકર જ નહીં રહે એ પ્રકારનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. જેના પરિણામેડેલકર પરિવાર માટે અગામી 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહેશે એવું આકલન પણ તટસ્‍થ રાજકીય સમીક્ષકો વ્‍યક્‍ત કરી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડેલકર પરિવાર કોઈપણ પ્રકારની પૂર્વ શરત વગર આવતા દિવસોમાં ભાજપની કંઠી બાંધવાની પણ તૈયારી કરી રહ્યો છે. પાછળથી ચૂંટણી દરમિયાન પોતાની વગ અને પ્રભાવનો ઉપયોગ કરી ભાજપની ટિકિટ મેળવી શકવા આશાવાદી પણ દેખાય છે.
બીજી બાજુ પ્રદેશ ભાજપ હાલના તબક્કે પોતાની શરૂઆત એકડે એકથી કરી પ્રદેશના સર્વાંગી વિકાસ અને મોદીની ગેરંટીનો ઉપયોગ કરી બહુમતિ આદિવાસી વિસ્‍તારમાં પોતાની પકડ મજબૂત કરવા સક્રિય પ્રયાસ કરી રહ્યો છે. 2021ની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરની તરફેણમાં એક સહાનુભૂતિનું મોજું હતું અને 2019ની ચૂંટણીમાં તત્‍કાલિન અપક્ષ ઉમેદવાર મોહનભાઈ ડેલકરની આગવી રણનીતિના પગલે તેમણે ભાજપને માત આપી હતી. પણ હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકોની બાગડોર પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલે સંભાળી લેતાં પ્રદેશના રાજકીય સમીકરણોમાં પણ વ્‍યાપક ફેરફાર થઈ રહ્યા છે અને દાદરા નગર હવેલીના બહુમતિ યુવાનોનું ધ્રુવીકરણ ભાજપની તરફેણમાં થઈ રહ્યુંહોવાનું દેખાય છે ત્‍યારે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બંને બેઠકો ઉપર ભાજપનો હાથ ઉપર રહેશે એવું આકલન તટસ્‍થ રાજકીય સમીક્ષકો કરી રહ્યા છે.

Related posts

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

Leave a Comment