Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રીના સ્‍વાગત-મુલાકાતની યાદગાર બનેલી ક્ષણઃ
દિપકભાઈ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: નવસારીના વાંસી બોરસીમાં પીએમ મિત્રા ટેકસટાઈલ પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા દેશના યશસ્‍વી વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રીય નેતા નરેન્‍દ્રભાઈ મોદી સાથે હેલીપેડ ઉપર જિલ્લા ભાજપના કિસાન મોરચાના આઈટી સેલના સહ સંયોજક દીપકભાઈ સોલંકી (વંકાલ) એ શુભેચ્‍છા મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની શુભેચ્‍છા મુલાકાત માટે દિપકભાઈ સોલંકીએ ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ તથા સંગઠનના હોદ્દેદારો પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. સાથે દિપકભાઈએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથેની શુભેચ્‍છા મુલાકાત તેમના જીવનની યાદગાર ક્ષણ રહેશે તેમ જણાવી આ માટે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી વ્‍યક્‍ત કરી પક્ષ માટે કામ કરવામાં નવી ઉર્જા અને જોમ મળ્‍યુંહોવાનું ઉમેર્યું હતું.

Related posts

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

ગુસ્‍સામાં ઘરેથી નીકળી ગયેલી મુંબઈની ગર્ભવતી મહિલાનું વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યુ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment