(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: સુરત પાંડેસરા ખાતે રહેતા એલિસ ગોવિંદભાઈ પોતાના મિત્ર પ્રશાંત સાથે પોતાની વરના કાર નંબર જીજે 05 જીઆર 4932 લઈ વાપી કામ અર્થે આવ્યા હતા. વાપીથી કામ પતાવી સુરત પરત ફરતા સમયે પારડી મહેતા હોસ્પિટલ સામેના ઓવરબ્રીજના શરૂઆતમાં ડિવાઈડર સાથે તેઓની વરના ગાડી નંબર જીજે 05 જીઆર 4932 ધડાકાભેર અથડાતા પલટી મારી શીર્ષાસનની સ્થિતિમાં આવી ગઈ હતી. જોકે ગાડીમાં સવાર ચાલક સહિત બંને મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો.
આજુબાજુના સ્થાનિકો તથા અન્ય લોકો ભેગા થઈ જતા અને ટ્રાફિક પોલીસનાપરેશભાઈ અને તોફિકભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ક્રેન મંગાવી ક્રેન અને લોકોની મદદથી તાત્કાલિક ગાડીને સીધી કરી હાઇવે થી હટાવી લઈ ટ્રાફિક હળવો કર્યો હતો.