તસવીર દિપક સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13
ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી એક ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવતા વનવિભાગે તેનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે.
બનાવની વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સુરખાઈ ગામે વોહરા ફળીયા ખાતે રહેતા મોહમદ અલી તાઇના ખેતરના આંબાવાડીમાં એક દીપડી મળત હાલતમાં દેખાતા જે અંગેની જાણ સુરખાઈ ગામના સરપંચ દ્વારા ચીખલી વન વિભાગ ે કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ કરતા એક દીપડી (બચ્ચું) (માદા) (ઉ.વ.આ-1 વર્ષ) જે અર્ધ ખાધેલ હાલતમાં મળી આવતા વન વિભાગના સ્ટાફે મૃત દીપડીનો કબ્જો લઈ વેટરનરી ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ (પી.એમ.) કરાવી સુરત ખાતે વિશેરા મોકલી સાદકપોર નર્સરી ખાતે અગ્નિસંસ્કાર કરી વધુ તપાસ હાથ ધરી છે.