Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટ

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05 : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે માનવજાત અને પશુ પક્ષીઓને ઈજા અને જાનહાની પણ થતી હોય છે જેને પગલે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. આ અંગે રાજ્‍યની વડી અદાલતે પણ સરકારની ઝાટકણી કરતા હરકતમાં આવેલ પોલીસે ચીખલી તથા આસપાસના વિસ્‍તારમાં દોરી પતંગના સ્‍ટોલ પર છાપા મારી ચીખલી એસટી ડેપો સામે સુનિલ હરીભાઈ આયરે (રહે.સાઈકળપા રેસિડેન્‍સી, ખત્રી પંચની વાડી પાછળ, તા.ચીખલી) આર.કે.ક્રેકર્સ નામની દુકાનના દિવ્‍યેશ ભીખુ ધોડિયા પટેલ (રહે. સાદકપોર, નાની કોળીવાડ)કીર્તિ પતંગ માજા નામની દુકાનના હેમંત કાંતિલાલ પટેલ (રહે.ખૂંધ સહયોગ સોસાયટી, તા.ચીખલી) આ ઉપરાંત જૂના વલસાડ રોડ કોળી સમાજની વાડી પાસે, ચીખલી પાસેથી મહેશ રમણ રાઠોડ જ્‍યારે રાનકુવા સર્કલ પાસે પૂજા દાંતના દવાખાના પાસેથી મેહુલ ગોવિંદ રાઠોડ તથા બગલાદેવ મંદિર થાલા પાસે તેજસ બાલુ પટેલ (રહે.પીપલગભણ ગાંધી ફળિયા, તા.ચીખલી) તથા દિપક નટુ હળપતિ (રહે.ખૂંધ) પાસેથી કાચ કરોટીની મિક્‍સ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીએ ઘેકટીથી એકને ઝડપ્‍યો
આ ઉપરાંત એસ.ઓ.જી. પોલીસે ઘેકટી ગામના નિશાળ ફળિયામાં જાહેર માર્ગ ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ રીલનો જથ્‍થો રાખનાર જવલ રમેશ પટેલ (રહે.ઘેકટી નિશાળ ફળીયા તા.ચીખલી)ને ઝડપી પાડી પલસાણા કોઈલી ખાડી ઓવરબ્રિજ નીચેથી ચાઈનીઝ માજાની રિલ વેચાણથી આપનારને વોન્‍ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

vartmanpravah

Leave a Comment