Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: સમરોલીમાં જુના વલસાડ રોડ સ્‍થિત કોળી સમાજની વાડીના બીજા માળે જૂન-2021 માં તત્‍કાલીન પ્રમુખ કિશોરભાઈ પટેલ ફરજકાળ દરમ્‍યાન બલવાડા ગામના મુખ્‍યદાતા ઉત્તમભાઈ પટેલ, રતિલાલ પટેલ, મગનભાઈ પટેલ સહિતના ગોપાળજી પરિવારના આર્થિક સહયોગથી ગોપાલજી સાંસ્‍કળતિક ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું. અધતન સુવિધા સાથેનું આ ભવન તૈયાર થતા ગાયત્રી યજ્ઞ અને પૂજા વિધિ સાથે મુખ્‍ય દાતા ઉત્તમભાઈ ગોપાળભાઈ પટેલ અને સમગ્ર ગોપાળજી પરિવાર તથા સમાજના મંડળના પ્રમુખ સમીરભાઈ ટ્રસ્‍ટી અને પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ટ્રસ્‍ટી મગનભાઈ એસ. કે. પટેલ ઉપ-પ્રમુખ દીપકભાઈ સમરોલી સહિતનાની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સમાજના ટ્રસ્‍ટી અને પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પટેલે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતઓને સંબોધતા જણાવ્‍યું હતું કે, ગોપાળજી સાંસ્‍કળતિક ભવનના નિર્માણથી સમાજની વાડીની સુવિધામાં વધારો થવા પામ્‍યો છે. જે ખરેખર આનંદની વાત છે. સાથે તેમણે આ સાંસ્‍કળતિક ભવનના નિર્માણ માટેઆર્થિક યોગદાન આપનાર ઉત્તમભાઈ પટેલ સહિતના બલવાડાના ગોપાળજી પરિવાર તથા તમામ દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. અને સમાજના માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખનાર ગોપાળજી પરિવારનું યોગદાન અન્‍ય માટે પણ હંમેશા પ્રેરણાદાયી રહેશે પ્રમુખ સમીરભાઈ પટેલે પણ પ્રસંગોચિત વક્‍તવ્‍ય રજૂ કરી બલવાડાના ગોપાળજી પરિવાર સહિત તમામ દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આભાર વિધિ આંતરિક અન્‍વેષક રવજીભાઈ પટેલે કરી હતી.

Related posts

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

Leave a Comment