દમણ, તા.26: સી.બી.એસ.ઈ. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં કુ. પર્લ રાજેશ રાઠોડ 96.40 ટકા ગુણાંક મેળવી પ્રથમઆવી છે. કુ. પર્લ રાજેશ રાઠોડે મેળવેલી સિદ્ધિથી સમગ્ર દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ પણ ગૌરવાન્વિત બન્યો છે અને તેમને ઠેર ઠેરથી અભિનંદનો પણ આપવામાં આવી રહ્યા છે.