Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

દાદરા મેળવી લેવાની યોજના પાર પાડવા માટે શ્રી જયંતિભાઈ દેસાઈ, શ્રી રતનચંદ શાહ વગેરે સ્‍થાનિક નેતાઓએ તે રાત્રે ગામલોકોની સભા બોલાવી હતી. બધા લોકો પટેલાદના મેદાનમાં ભેગા પણ થયા હતા. તેમની યોજના રાત્રે રોઝેરિયોને ખૂબ દારૂ પીવડાવીને બેભાન કર્યા પછી બાકીના પોલીસોને સમર્પણ કરવા માટે મજબૂર કરવા અને રાત્રે જ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને સ્‍વતંત્રતાની જાહેરાત કરવી એવી હતી

(…ગતાંકથી ચાલુ)

સંઘર્ષ

રાજા વાકણકરનાર માર્ગદર્શનમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલુ હતી. તે દરમિયાન જ દાદરા નગર હવેલી મુક્‍તિ માટે શ્રીમતી ગોદાવરી પરુળેકર અને વામન દેસાઈના નેતૃત્‍વમાં કાર્યરત ‘યુનાઈટેડ ફ્રંટ ઑવ્‌ ગોવા’એ બંને સામ્‍યવાદી વિચારસરણી ધરાવતાં જૂથો પણ સક્રિય હતાં. એ સમયમાં સામ્‍યવાદીઓ દ્વારા તેલંગાણા મુક્‍તિ ચળવળ માટે થયેલો પ્રયત્‍ન મહદંશે સફળ રહ્યો હતો. હૈદરાબાદની સૈન્‍ય કાર્યવાહી પછી નિઝામના લોકો પણસામ્‍યવાદીઓને શષાોની મદદ કરતા હતા. દાદરા નગર હવેલી વિષે કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારના નીતિવિષયક વલણમાં ઘણો વિરોધાભાસ હતો. દમણ અને દાદરા નગર હવેલી પ્રકરણમાં કોઈ હસ્‍તક્ષેપ ન કરવો જોઈએ એ નીતિ ભારત સરકારે સ્‍વીકારેલી હતી છતાં ફ્રાંસિસ મ્‍હસ્‍કારેન્‍સ અને વામન દેસાઈને ભારત સરકારનું આડકતરૂં પીઠબળ હતું. દાદરા નગર હવેલી લેવાના તેમના પ્રયત્‍નમાં મદદ કરવા માટે ભારત સરકાર તરફથી એક બોગી અને આવશ્‍યક સાધન સામગ્રી પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી હતી. સરકારી પ્રચાર માધ્‍યમોનો ઉપયોગ પણ તેમને મદદરૂપ થાય તે રીતે કરવામાં આવતો.
શ્રીમતી ગોદાવરી પરુળેકરને આવો રાજ્‍યાશ્રય મળ્‍યો ન હતો. પણ તેમને એ પ્રદેશના આદિવાસીઓનો પૂર્ણ સહયોગ હતો. નરોલી પટેલાદના સરપંચ શ્રી ઉમેદસિંહ મોહનસિંહ પરમારના કહેવા અનુસાર એ સમયમાં એ પ્રદેશના આદિવાસીઓ સામ્‍યવાદથી ઘણા પ્રભાવિત હતા. અથાલ, લુહારી, વાસોણા, ખડોલી, સુરંગી, આપ્‍ટી, દપાડા, આંબોલી અને ખાનવેલ જેવાં ગામડાંઓમાં સામ્‍યવાદીઓ ખૂબ સક્રિય હતા. ત્‍યાંના નાના ખેડૂતો અને ખેતમજૂરોને તેઓ જમીનદારો વિરૂદ્ધ ઉશ્‍કેરતા, તેમનાં ખેતરો ખેડવા ન દેતા, કે વાવણી, લણણી અને કાપણીની મોસમમાં કામ કરતા અટકાવતા. તેમનો હેતુ આ રીતે મોટા ખેડૂતો અને ખેતમજૂરોવચ્‍ચે વર્ગવિગ્રહ ઉભો કરવાનો હતો. આ સમસ્‍યા વધુ વિકટ બને તે પહેલાં તેમાંથી માર્ગ કાઢવાના હેતુથી શ્રી લાલભાઈ નાઈક, શ્રી ઠાકોરભાઈ, નરોલીના શ્રી મોહનલાલ પાઠક તથા શ્રી ઉમદભાઈ જેવા સ્‍થાનિક અગ્રણી નાગરિકોએ તત્‍કાલિન મુંબઈ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈની મુલાકાત લઈને તેમને આ પરિસ્‍થિતિથી માહિતગાર કર્યા. સામ્‍યવાદીઓની બાબતમાં શ્રી મોરારજીભાઈનું મંતવ્‍ય સ્‍પષ્‍ટ હતું. તેમણે આ વાતચીત દરમિયન ‘જીવો અને જીવવા દો’ એ સૂત્ર સમજાતાં કહ્યું, ‘સામ્‍યવાદ એ કેન્‍સર જેવો છે, જેનો કોઈ ઉપચાર નથી. સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં, કારણ કે નિઝામ પાસેથી શષાો મેળવીને તેમણે તેલંગાણામાં જે સમસ્‍યા નિર્માણ કરી હતી તે કાયમ માટે માથાનો દુઃખાવો બની રહી છે. હવે જો આ સામ્‍યવાદીઓ દાદરા નગર હવેલી મેળવી લેવામાં સફળ થાય તો એક સ્‍વતંત્ર દેશની સ્‍થાપના તેઓ કરી શકે જે મુંબઈ પ્રદેશમાં અસંખ્‍ય હિંસક ચળવળોનું કેન્‍દ્ર બની રહે.’ આ ચળવળને કારણે મુંબઈ પ્રદેશમાં પણ તેલંગાતા જેવી સમસ્‍યા નિર્માણ થાય એવો એમને ભય હતો. આ સંકટને ધ્‍યાનમાં રાખીને તેમણે દાદરા નગર હવેલી ફરતે રાજ્‍ય અનામતદળનો પહેરો ગોઠવ્‍યો હતો. પોલીસ ઉપમહાનિરીક્ષક જે. ડી. નગરવાલા એના પ્રમુખ હતા. વાકણકરજૂથ કે વામન દેસાઈનું જૂથ અલગ અલગ પ્રવેશ કરે તો તેમને રોકવાં અઘરાં હતાં. પોર્ટુગીઝ સરકાર પાસે એટલી તાકાત ન હતી અને ભારત સરકાર પણ ત્‍યાં કોઈ હસ્‍તક્ષેપ કરે તેમ ન હતી. તેથી ત્‍યાં સશષા કાર્યવાહીની શક્‍યતા વધી રહ્યાનો અણસાર આવતાં જ શ્રી નગરવાલાનો પહેરો ગોઠવવામાં આવ્‍યો હતો.
દરમિયાન રાજા વાકણકર અને વામન દેસાઈ બન્નેએ દાદરા લેવા માટે પોતપોતાની રીતે પ્રયત્‍નો ચાલુ રાખ્‍યા હતા. દાદરામાં કોઈને પણ પ્રવેશ નહીં આપવાની રાજ્‍ય સરકારની સૂચના હતી તેથી કોઈ યુક્‍તિ દ્વારા પ્રવેશ મેળવવો આવશ્‍યક હતો. એ માટે નાના કાજરેકરે દાદરાના ફોજદાર રોઝેરિયો સાથે મિત્રતા કરીને માર્ગ શોધવાની યોજના કરી હતી. તેઓ જ્‍યારે લવાછા આશ્રમમાં રહેતા હતા ત્‍યારે દાદરાના સ્‍થાનિક નાગરિક શ્રી જયંતિભાઈએ હેમવતીબહેન નાટેકરની જમીનનું ઘાસ સાચવનારા નાનસિંગ ભૈયા તરીકે તેમનો પરિચય દાદરાના પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર રોઝેરિયો સાથે કરાવ્‍યો હતો. આ પરિચય મિત્રતામાં પરિણમ્‍યો. નાના તેથી સાથે રોજ રમી રમતા અને તેને દારૂ પણ પીવડાવતા. આ રીતે ધીમે ધીમે તેનો વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ સફળ રહ્યા હતા. 21મી જુલાઈને દિવસે પણ તેઓ નિયમ મુજબ તેને મળ્‍યા હતા. દાદરા મેળવી લેવાની યોજના પાર પાડવા માટે શ્રી જયંતિભાઈ દેસાઈ, શ્રીરતનચંદ શાહ વગેરે સ્‍થાનિક નેતાઓએ તે રાત્રે ગામલોકોની સભા બોલાવી હતી. બધા લોકો પટેલાદના મેદાનમાં ભેગા પણ થયા હતા. તેમની યોજના રાત્રે રોઝેરિયોને ખૂબ દારૂ પીવડાવીને બેભાન કર્યા પછી બાકીના પોલીસોને સમર્પણ કરવા માટે મજબૂર કરવા અને રાત્રે જ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને સ્‍વતંત્રતાની જાહેરાત કરવી એવી હતી. પરંતુ તે પહેલાં જ, સભા ચાલુ હતી તે દરમિયાન વામ દેસાઈની યુનાઈટેડ ફ્રંટ ઓફ ગોવાની ટુકડી સ્‍થાનિક સિપાઈઓ સાથે ગુપ્ત સમજૂતી કરી લઈને દાદરામાં પ્રવેશ મેળવવામાં સફળ રહી. તેમણે આવતાંની સાથે જ ફાયરીંગ શરૂ કરી દીધું અને ગામલોકોમાં નાસભાગ મચી ગઈ. દાદરામાં પ્રવેશ મેળવ્‍યા પછી હુમલો કરવા માટે યોગ્‍ય સમયની રાહ જોવામાં તેમણે 22 જુલાઈનો આખો દિવસ પસાર કર્યો. 22 જુલાઈની મોડી રાત્રે પ્રત્‍યક્ષ લડાઈની શરૂઆત થઈ. તેમણે દાદરાની પોલીસ ચોકી ઘેરી લીધી. પરંતુ ચોકીની અંદરના પોલીસો સચેત હતા. તેમણે સાદા દીવાળીના મોટા ફટાકડા ફોડીને પોતે સાવધાન હોવાની ખાતરી કરાવી દીધી. સશષા યુદ્ધ કરવાની તો બંનેમાંથી એકેયની જરાપણ તૈયારી ન હતી. તેથી સામ્‍યવાદીઓએ તાત્‍કાલિક પીછેહઠ કરી. પરંતુ આ અનુભવ પછી બીજે દિવસે રાત્રે વધારે યોજનાપૂર્વક ચઢાઈ કરવામાં આવી.

(ક્રમશઃ)

Related posts

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

Leave a Comment