June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

  • બિપિન શાહ છેલ્લા 9 વર્ષથી દીવ જિલ્લા ભાજપ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે

  • દીવ જિલ્લાની બે અગ્રણી જ્ઞાતિઓ ખારવા કે કોળીને જવાબદારી મળવાની શક્‍યતા

  • દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા અને સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરેલો ત્રણ વર્ષનો કાર્યકાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની દૃષ્ટિએ સેલવાસ, ખાનવેલ, દમણ અને દીવ એમ ચાર જિલ્લાઓ છે. ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા દીવ, દમણ અને સેલવાસ જિલ્લા પ્રમુખ સહિત તેના સંગઠનમાં ફેરફાર કરી શકે છે. જાણકારોનું માનીએ તો શ્રી બિપિન શાહ દીવ જિલ્લાના પ્રમુખ તરીકે 9 વર્ષ પૂર્ણ કરવાના છે.
અત્રે યાદ રહે કે, ભાજપના બંધારણમાં કોઈપણ વ્‍યક્‍તિ ત્રણ-ત્રણ વર્ષ માટે માત્ર બે વાર જ પ્રમુખ રહી શકે છે.આવા સંજોગોમાં દીવની મુખ્‍ય બે જ્ઞાતિમાંથી આવતી ખારવા કે કોળીમાંથી કોઈ એક વ્‍યક્‍તિને દીવ જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી શક્‍યતા જોવાઈ રહી છે. જો દમણ જિલ્લા ભાજપની વાત કરીએ તો દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાનો ત્રણ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં દમણ જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત કર્યું છે. આ સાથે પાર્ટી દ્વારા આપવામાં આવેલા તમામ કાર્યક્રમો અને પ્રચાર પણ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. તેવી જ રીતે સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય દેસાઈનો પણ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમણે પાર્ટી સંગઠન અને પાર્ટી દ્વારા આપવામાં આવેલા પ્રચારને પણ પોતાની ક્ષમતા મુજબ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાને તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગમાં પેનલ સભ્‍યની જવાબદારી મળી છે. બીજી તરફ સેલવાસ નગરપાલિકાના ઉપ પ્રમુખ તરીકે શ્રી અજય દેસાઈ કાર્યભાર સંભાળી રહ્યા છે. આવી સ્‍થિતિમાં ‘એક વ્‍યક્‍તિ એક પદ’ની ભાજપની કડક નીતિના કારણે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી નવા ચહેરાને મળે તેવી શક્‍યતાઓ જોવાઈ રહી છે.
ખાનવેલ જિલ્લા ભાજપ અધ્‍યક્ષની વાત કરીએ તો શ્રી સંજય રાઉતગ્રામીણ વિસ્‍તારોમાં સુંદર કામગીરી બજાવી રહ્યા છે ઉપરાંત તેમની પાસે અન્‍ય કોઈ પદ કે જવાબદારી પણ નથી, તેથી તેમનો કાર્યકાળ લંબાવવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.
અન્રે નોંધનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સંઘપ્રદેશ થ્રીડીની બંને બેઠકો પર કમળ ખીલવવા આતુર અને ઉતાવળુ છે. પરંતુ પાર્ટી સંગઠનને પેજ, બૂથ, મંડલ, જિલ્લા અને રાજ્‍ય સ્‍તરે મજબૂત કરવાની વધુ જરૂર છે. એક જ વ્‍યક્‍તિને સતત ચલાવવાની કે નવી જવાબદારીઓ આપવાની નીતિ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્‍થિતિમાં પાર્ટી હાઈકમાન્‍ડે 2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કેટલાક સાહસિક નિર્ણયો લેવા જ પડશે.

Related posts

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment