October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

ચૂંટણીની આચારસંહિતાને ગણતરીના દિવસો બાકી હોય વિકાસલક્ષી બાકી કામો સત્‍વરે પૂર્ણ કરવા તાકીદ કરાઈ

જિલ્લાના છ તાલુકા અને પાંચ પાલિકામાં પ્રજાલક્ષી વિકાસના કામો માટે કુલ રૂ.900 લાખની જોગવાઈ: વિકાસના કામો ઝડપી થાય તે માટે દરેક તાલુકામાં રિવ્‍યુ બેઠક કરી કામોની ગુણવત્તા પણ ચકાસાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.07 માર્ચના રોજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને રાજ્‍ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને ઈન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્‍થિતિમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામો માટે 15 ટકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ.750 લાખ અને પાંચ ટકા પ્રોત્‍સાહક જોગવાઈ માટે રૂ.25 લાખ જ્‍યારે જિલ્લાની પાંચ નગરપાલિકા માટે રૂ.125 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. ચૂંટણી આચારસંહિતાને ગણતરીના દિવસો બાકી હોવાથી મંત્રીશ્રીએતમામ અધિકારીઓને બાકી કામો સત્‍વરે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
15 ટકા વિવેકાધીન જોગવાઈ અને પાંચ ટકા પ્રોત્‍સાહક જોગવાઈ હેઠળ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા માટે અનુક્રમે રૂ.147.50 લાખ અને 250 લાખ, કપરાડા માટે રૂ.147.50 લાખ અને રૂ.2.50 લાખ, પારડી તાલુકા માટે રૂ.117.50 લાખ અને 7.50 લાખ, ઉમરગામ માટે રૂ.122.50 લાખ અને રૂા.2.50 લાખ, વાપી તાલુકા માટે રૂ.97.50 લાખ અને 2.50 લાખ તેમજ વલસાડ તાલુકા માટે રૂ.117.50 લાખ અને રૂા.7.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડામર રસ્‍તા, પેવર બ્‍લોક રસ્‍તા, સીસી રસ્‍તા, પ્રાથમિક શિક્ષણ, પાણી પુરવઠા, ગ્રામ્‍ય વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, મજૂર અને મજૂર કલ્‍યા, ગંદા-વસવાટોની વાતાવરણલક્ષી સુધારણા અને સામાન્‍ય શિક્ષણના કામોનો સમાવેશ કરાયો છે. જ્‍યારે જિલ્લાની પાંચ પાલિકા વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર વિસ્‍તારમાં વિકાસના કામો માટે નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ 14 કામો માટે કુલ રૂ.125 લાખની જોગવાઈ કરાઈ છે. બેઠકમાં વર્ષ 2024-25નું આયોજન મંજૂર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા 28 કામો માટે રૂ.150 લાખ, વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર દ્વારા 28 કામો માટે રૂ.150 લાખઅને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા 14 કામો માટે કુલ રૂ.75 લાખના કામોની દરખાસ્‍ત કરવામાં આવી હતી. જે અંગે જરૂરી ચર્ચા કરી મંજૂર કરવામાં આવી હતી. ખાસ પ્‍લાન (બક્ષી પંચ) યોજના હેઠળ વર્ષ 2024-25 માટે જિલ્લા સમાજ કલ્‍યાણ અધિકારી દ્વારા રૂ.5 લાખના કામોની દરખાસ્‍ત મંજૂર કરાઈ હતી.
વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન હેઠળ વર્ષ 2020-21, 2021-22, 2022-23 અને 2023-24માં મંજૂર કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્‍વરે પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
કપરાડાના ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે, જિલ્લા આયોજન અધિકારી દ્વારા દરેક તાલુકામાં કામગીરીનું રિવ્‍યુ કરવામાં આવે એ જરૂરી છે. જેથી કામોની ઝડપ વધશે અને કોઈ પ્રશ્ન હોય તો તેનો પણ ત્‍વરિત ઉકેલ આવશે. જે સંદર્ભે કલેકટરશ્રીએ દરેક તાલુકામાં રિવ્‍યુ મીટિંગ કરવા સૂચન કર્યુ હતું. મંત્રીશ્રીએ પ્રજાલક્ષી વિકાસના કામોની ગુણવત્તાનું રેન્‍ડમલી ચેકિંગ કરવા જિલ્લા આયોજન અધિકારીને જણાવતા કલેકટરશ્રીએ પણ લેબોરેટરી ટેસ્‍ટીંગ સાથે ચકાસણી કરવા સૂચન કર્યુ હતું.
વધુમાં મંત્રીશ્રીએ સ્‍વચ્‍છતા અભિયાન બાબતે પર વિશેષ ભારમુકી ગ્રામ્‍ય કક્ષાથી લઈને પાલિકા વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ અટકાવવા હિમાયત કરી હતી. આ માટે કલેકટરશ્રીએ ગ્રામ્‍ય અને પાલિકા વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા માટે સતત પ્રયાસ, જન જાગૃત્તિ અને દંડનીય કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ મિનાક્ષીબેન ગાંગોડા, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ પટેલ અને વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા આયોજન અધિકારી મનિષ ગામિત, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋષિરાજ પુવાર, સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સરંક્ષક જિનલ ભટ્ટ, વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંઘપ્રદેશમાં આન બાન શાનથી આરંભ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

Leave a Comment