October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

બાર જ્‍યોતિર્લીંગ અને આધ્‍યાત્‍મિક પ્રદર્શન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપીમાં છરવાડા રોડ ઉપર બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપી દ્વારા શિવરાત્રી પર્વના ઉપલક્ષમાં તા.8 થી તા.10 માર્ચ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાર જ્‍યોર્તિલિંગ દર્શન, યોગ, પ્રાર્થનાનો મહિમા સહિતના આધ્‍યાત્‍મિક ચિત્રોનું સુંદર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસ દરમિયાન સેંકડો શ્રધ્‍ધાળુઓએ ભાગ લીધો હતો.
બ્રહ્માકુમારી આધ્‍યાત્‍મક પ્રદર્શનનું ઉદ્દઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે કરાયું હતું. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ વી.આઈ.એ. કમલેશ પટેલ, સ્‍વામિનારાયણ ગુરુકુળના શ્રી કપિલ સ્‍વામી જેવા અનેક મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાતલીધી હતી. જુદી જુદી સ્‍કૂલના બાળકો પણ પ્રદર્શન નિહાળવા આવતા તેમજ આધ્‍યાત્‍મિકતાનું સિંચન કરતા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપીના સંચાલિક બ્રહ્મકુમારી રશ્‍મિકાબેન અને તેમની ટીમ પ્રત્‍યેક શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગ રૂપે આવા આધ્‍યાત્‍મિક કાર્યક્રમનું આયોજન કરે છે.

Related posts

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

Leave a Comment