Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વર્ષો પહેલા ખખડધજ રસ્‍તાઓને વાજપેયીની ભાજપ સરકાર આવતા જ દેશના તમામ રસ્‍તાઓની કાયાપલટ થઈ ગઈ હતી તેવી જ રીતે હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ ભારતીય રેલવેની સંપૂર્ણ કયાપલટ કરી સમગ્ર દેશના ઉદ્યોગપતિઓ વેપારીઓ તથા નાના-મોટા માલસામાનની પરિવહન કરતા લોકોને આગવી ભેટ આપી રેલવેને એક નવા જ આવામ પર પહોંચાડ્‍યું છે.
હાલની પરિસ્‍થિતિ જોતા સડક દ્વારા 60 ટકા અને રેલ્‍વે દ્વારા ફક્‍ત 27 ટકા માલ પરિવહન થઈ રહ્યો છે જેનું કારણ રેલવે હાલમાં પણ માલ પરિવહન કરતી ગુડ્‍સ ટ્રેનોને બદલે લોકોની પેસેન્‍જર ટ્રેન અને વધારે મહત્‍વ આપી રહ્યું હોય સાથે સાથે ટ્રેનો દરેક સ્‍થળ પર જતી ન હોય અને સડક કરતા ટ્રેનનું ભાડું પણ વધારે હોય જેવા કારણો રેલવે માલ પરિવહન માટે જવાબદાર રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએસૌપ્રથમ તો રેલવે તથા લોકોની વર્ષોની ફાટકની સમસ્‍યા દૂર કરી દેશના તમામ રેલવે ફાટક ઉપર 535 જેટલા મોટા અને 4,643 જેટલા નાનો પૂલો અને 304 જેટલા ઓવરબ્રીજ, 557 જેટલા અંડર બ્રિજ તથા 53 જેટલા ફલાય ઓવરબ્રિજ બનાવી લોકો તથા રેલવેની વર્ષોની થતી હેરાનગીરી દૂર કરવામાં આવ્‍યા બાદ ડેડીકેડેટ ફેટ કોરીડોર 2843 જેટલા રૂટ કિલોમીટર કવર કરી 6000 ત્ત્ળ થી વધારે ટ્રેક વાળી રેલ યોજના તૈયાર કરી રેલવેને સમાનતર બનાવવા માટે રસ્‍તામાં આવતી લોકોની જમીન ઘરો વિગેરે લઈ આશરે ત્રણ લાખ જેટલા અસરગ્રસ્‍તોને 20,000 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્‍યા છે.
સાથે સાથે દેશના દરેક માલવહનની ઉપયોગિતા વાળા રેલવે સ્‍ટેશન નજીક નવા નામકરણ સાથે તમામ સુવિધા સભરના ગુડ્‍સ રેલવે સ્‍ટેશન પણ બનાવવામાં આવ્‍યા છે જ્‍યાં ફક્‍ત માલવાહક ગુડસ ટ્રેનોનું જ અવરજવર રહેશે જેને લઈ ટેકનિકલી રીતે દેશના દરેક રાજ્‍યોને એકબીજા સાથે જોડવામાં સુરક્ષાની રીતે તથા દેશની અર્થવ્‍યવસ્‍થામાં પણ હવે રેલવેનું આગવું પ્રદાન રહેશે.
આજરોજ આવા જ એક પારડી રેલવે સ્‍ટેશન નજીક આવેલ ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીના હસ્‍તે અમદાવાદથી વર્ચ્‍યુલી રીતે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્‍યુંહતું.
પારડીમાં અનેક નાના-મોટા ખેડૂતો હોય જેઓ પોતાની વાડીમાં કેરી, ચિકુ ઉપરાંત શાકભાજીનું મોટાપાયે ઉત્‍પાદન કરી અન્‍ય સ્‍થળે મોકલતા આવ્‍યા છે. જેઓને આ ન્‍યુ પારડી નામનું ગુડ્‍સ રેલવે સ્‍ટેશન શરૂ થતા હવે તેઓ પોતાનો માલ સામાન રેલવે દ્વારા મોકલવામાં સરળતા રહશે.
આ ઉપરાંત પારડી તથા પારડીના આજુબાજુ વિસ્‍તારમાં અનેક કંપનીઓ પણ આવેલી હોય કંપનીઓ હવે આ રેલવે સ્‍ટેશનનો ઉપયોગ કરી પોતે ઉત્‍પાદન કરેલ માલ-સામાન અહીંથી મોકલી શકશે.
લોકાર્પણ કાર્યક્રમમાં રેલવેના ઉચ્‍ચ અધિકારીઓ ઉપરાંત સાંસદ કે. સી. પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, રાજન ભટ્ટ, દેવેન્‍દ્ર શાહ અશોક પ્રજાપતિ ઉપરાંત ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ઉપરાંત પારડી વિસ્‍તારની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ પોતાની અનેક આગવી કળતિઓ રજૂ કરી મનોરંજન પૂરું પાડી લોકોના દિલ જીતી લીધા હતા.
અત્રે અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, પારડી ખાતે નવું ગુડસ રેલવે સ્‍ટેશન શરૂ થયું એ પારડી માટે ખૂબ આનંદની વાત છે પરંતુ પારડી રેલવે સ્‍ટેશનનો સંપૂર્ણ વ્‍યવહાર પારડી સાથે હોય અને પારડી રેલવેની પૂર્વ દિશામાં હોય પારડીમાં રહી રેલવે દ્વારા અવરજવરકરતા સ્‍થાનિકો વર્ષોના વર્ષોથી પારડી રેલવે સ્‍ટેશનની ટિકિટ બારી પૂર્વ દિશામાં હોય એની માંગ કરી રહ્યા છે તો રેલવે તંત્ર તથા અધિકારીઓ અને રાજકીય આગેવાનો વર્ષોની પારડીના લોકોની સમસ્‍યા પર ધ્‍યાન આપી એનો હલ લાવે એ ખૂબ જરૂરી છે.

Related posts

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

Leave a Comment