October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાનહ એસ.પી.ને મળેલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા સેલવાસના ભુરકુડ ફળિયામાં એક મકાનમાં રેડ પાડી હતી, ત્‍યાંથી બે કિલો ગાંજા સાથે ચાર વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને કોર્ટમા રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા.
મળેલ જાણકારી અનુસાર દમણ પોલીસ દ્વારા પહેલાં વિજય કાલીના ઘરે રેડ પાડવામાં આવી હતી તે સમયે આરોપીઓ દ્વારા પોલીસ ટીમ પર હૂમલો કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. ત્‍યારબાદ સેલવાસ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ પહોંચી હતી અને મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા હાલમાં કોઈપણ માહિતી આપવામાં આવી નથી. સેલવાસ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમા રજૂ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા છે.

Related posts

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment