July 11, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવ

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

યુવા નેતા ગૌરાંગભાઈ પટેલ પાસે યુવાનોનું ખુબ મોટું નેટવર્કઃ ચૂંટણીમાં યુવાનોએ લાલુભાઈ પટેલને વિજેતા બનાવવા સક્રિય પ્રયાસ કરવા પણ બતાવેલી તત્‍પરતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.12: દમણ અને દીવના લોકપ્રિય સાંસદ તથા 2024ની લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનું આજે શ્રી ગૌરાંગ પટેલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ગ્રુપ દ્વારા શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
શ્રી ગૌરાંગ પટેલ પાસે દમણના ક્રિકેટ રસિકોનું ખુબ મોટું ગ્રુપ છે અને તેઓ યુવા ક્રિકેટરોને પ્રોત્‍સાહન આપવા માટે હંમેશા સક્રિય રહે છે અને વિવિધ ટુર્નામેન્‍ટોમાં પણ સક્રિય ભાગ લઈ ક્રિકેટના ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરતા રહે છે. આજે શ્રી ગૌરાંગ પટેલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ગ્રુપ દ્વારા ભાજપના 2024 લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનેલા શ્રી લાલુભાઈપટેલને તેમની ચૂંટણીમાં દરેક રીતે મદદરૂપ બનવા તમામ યુવાનોએ તત્‍પરતા પણ દર્શાવી હતી.

Related posts

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment