October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી પોલીસ મથકના પી.આઈ. ભાગ્‍યેશ ચૌધરીની ખાખી વર્દીની રોફ જમાવવાની નીતિરીતીને પગલે હંમેશા ચર્ચામાં રહ્યા હતા. અને સત્તાધારી ભાજપ પક્ષના નેતાઓ સાથે પણ ઘર્ષણના બનાવો બનતા કેટલીક વખતે કાર્યકરોનું પણ મોરલ તૂટે તેવો ઘાટ સર્જાતો હતો. આ ઉપરાંત આઈપીએસ અધિકારીની સ્‍ટાઈલમાં ચેમ્‍બરમાં જવા પહેલા ફોન બહાર મૂકી જવાનું ફરમાન તથા કેટલાક જમીન પ્રકરણમાં પણ અનેક ચર્ચાઓ બહાર આવતા ભાજપના સ્‍થાનિક નેતાઓ દ્વારા તેમના વિરુદ્ધ સતત ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી હતી. પીઆઈ ચૌધરીની નીતિરીતીમાં સત્તાધારી પક્ષની છબી પણ ખરડાઈ તેવી સ્‍થિતિમાં ચૂંટણીની જાહેરાત પૂર્વે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ રેલ્‍વેમાં ગૃહ વિભાગ દ્વારા બદલીનો હુકમ કરી દેવાયો હતો.
પીઆઈ ચૌધરીની બદલીથી સ્‍થાનિક આગેવાનોમાં ખુશી સાથેપોલીસ બેડામાં પણ રાહતની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. પીઆઈ ચૌધરીને નિમણૂકના દસેક માસના ટૂંકા ગાળામાં જ રવાના કરી દેવાયા હતા. ચીખલીમાં નવા પી.આઈ તરીકે એસઓજી પીઆઈ એ.જે. ચૌહાણ સાથે પીએસઆઈ એસ.પી.પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ચીખલીમાં ડીવાયએસપીએ સંભાળ્‍યો ચાર્જ વધુમાં નવા ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે નિયુક્‍ત થયેલા ભગીરથસિંહ ગોહિલ આજે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો હતો.

Related posts

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment