December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલીમાં તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, સિંચાઈ અધ્‍યક્ષ નિકુંજભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, પૂર્વ પ્રમૂખ કલ્‍પનાબેન ગાવિત, પૂર્વ કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, જિલ્લાના કિસાન મોરચાના આઈટી સેલના ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જિજ્ઞાબેને કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, આગામી 1 થી 5 માર્ચ દરમ્‍યાન યોજાનારા લાભાર્થી સંપર્ક અભિયાનમાં કિસાન સન્‍માન નિધિ, વિનામૂલ્‍યે અનાજ આપવાની યોજના, આયુષ્‍યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા યોજના સહિતની વ્‍યક્‍તિગત લાભની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્‍ન કરવાનો રહેશે. અને ફોટા સહિતની જરૂરી વિગત સરલ એપમાં અપલોડ કરવાનું પણ ઉમેર્યું હતું.
તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલે પણ ગાંવ ચલો અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા માટે કાર્યકરોને અભિનંદન પાઠવી આગામી દિવસોમાં ઘરે ઘર લાભાર્થીઓનો સંપર્ક કરી લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યોહતો.

Related posts

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

Leave a Comment