October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સાંસદ સી.આર.પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 56-યુનિટ રક્‍ત એકત્ર થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી કોળી સમાજની વાડીમાં સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ પ્રદેશ ભાજપના કારોબારી સભ્‍ય ડો.અમીતાબેન પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, સિંચાઈ અધ્‍યક્ષ નિકુંજભાઈ પટેલ, એપીએમસી ચેરમેન પરીમલભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના આઈટી સેલના સંયોજક દિપકભાઈ સોલંકી, તાલુકા સભ્‍ય ધર્મેશભાઈ સહીતનાની ઉપસ્‍થિતિમાં ચીખલી લાયન્‍સ બ્‍લડ બેન્‍કના સહયોગથી યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 56-યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું. ચીખલીમાં ભાજપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રક્‍તદાન શિબિર યોજી સી.આર.પાટીલના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે તમામ રક્‍તદાતાઓને સ્‍મૃતિભેટ પણ આપવામાં આવી હતી.
રક્‍તદાન શિબિરને સફળ બનાવવાભાજપના પર્વતભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, જયભાઈ સહિતના યુવા અગ્રણીઓ અને ઉપપ્રમુખ દીપકભાઈ સમરોલી, પ્રકાશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment