October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

શહેરમાં રખડતા ઢોરો રોડો ઉપર જ્‍યાં ત્‍યાં અડીંગો જમાવી રહેતા ટ્રાફિક અને અકસ્‍માતની સમસ્‍યા ઉભી કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.09: ગુજરાતભરમાં રખડતા ઢોરોના ત્રાસ માટે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ વાપી નગરપાલિકા સફાળી જાગી હતી. શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
વાપી શહેરમાં કોઈપણ રોડ ઉપરથી પસાર થતા રખડતા ઢોરોનો અડીંગો જમાવીને રોડ ઉપર બેસેલાના દૃશ્‍યો સામાન્‍ય બની રહ્યા છે. આ ઢોરો ટ્રાફિકની સમસ્‍યા માટે નડતર રૂપ તો છે જ સાથે સાથે કોઈવાર અકસ્‍માત પણ સર્જતા રહે છે. ગુજરાત હાઈકોર્ટની ચિમકી બાદ વાપી પાલિકાએ ગતરોજ શહેરમાં રખડતા રહેલા ઢોરોને પકડવાની કવાયત હાથ ધરી હતી. પરિણામે વાહન ચાલકો માટે આ રાહતના સમાચાર છે. રખડતા ઢોરની સમસ્‍યા હાઈવે બલીઠાના બન્ને સર્વિસ રોડ ઉપર રોજીંદી બની રહી છે. બલીઠામાં રહેતા માલધારીઓ તેમના ઢોર સવાર-સાંજ છૂટી મુકી દે છે. પરિણામે રોજ ટ્રાફિક સમસ્‍યા ઉભી કરી રહ્યા છે તેનો ઉકેલ પણ જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

Leave a Comment