October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી પંથકમાંસંખ્‍યાબંધ વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક સમયોથી રખડતા ઢોરો જેમાં બળદો અને સાંઢનો ત્રાસ વધી જતાં આમ પ્રજાને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલી નગરના મેઈન બજાર, જુના વલસાડ રોડ, વાણિયાવાડ, ખત્રીવાડ, ધોબીવાડ, જુના બસ સ્‍ટેન્‍ડ તેમજ શાકભાજી માર્કેટ વિસ્‍તાર, ચીખલી-તલાવચોર માર્ગ ઉપર અને ચીખલી ચાર રસ્‍તા વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ટોળેટોળા જાહેર માર્ગો ઉપર દોડતા હોય તેમજ કેટલીક વાર જાહેર માર્ગો ઉપર જ આખલાઓ વચ્‍ચે યુદ્ધો થતા હોય જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ પણ નાસભાગ કરવાની નોબત આવતી હોય છે. ચીખલી-તલાવચોરા-અટગામ માર્ગ ઉપર ગુજરાતી સ્‍કૂલ આગળ મોડી સાંજના સમયે બે આંખલા જાહેર રોડ ઉપર યુદ્ધે ચડતા થોડા સમય માટે વાહન વ્‍યવહાર થંભી જવા પામ્‍યો હતો. અવાર નવાર આંખલાઓ યુદ્ધે ચડતા નિર્દોષ રાહદારીઓને અડફતે લેતા આવા આખલાઓને જેર કરવાની તાતી જરૂર છે. નગર તેમજ આજુબાજુના વિસ્‍તારમાં આખલા યુદ્ધ બાબતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ મોતને ભેટે એ પહેલા સ્‍થાનિક વહીવટી તંત્ર સજાગતા દાખવે તે જરૂરી છે.

Related posts

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ઍફ૨ પૈકી – વાપી વિસ્તારમાં આવેલ ૧૨ ક્લબો દ્વારા કરવામાં આવેલુ વૃક્ષારોપણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment