April 26, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

  • દાનહના ઈતિહાસનો અત્‍યાર સુધીનો સૌથી મોટા માર્જીન સાથે જીતવાનો રેકોર્ડપેટાઃ

    શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો ભવ્‍ય અને ઐતિહાસિક વિજય

  • ભાજપ હાઈકમાન્‍ડે રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક નેતાઓની ઉતારેલી ફૌજ પણ અંડર કરંટને ઓળખવા નિષ્‍ફળ રહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનો ભવ્‍ય વિજય થવા પામ્‍યો હતો અને દાદરા નગર હવેલીના ઈતિહાસમાં અત્‍યાર સુધીની સૌથી મોટા માર્જીન સાથે જીતવાનો રેકોર્ડ પણ બનાવ્‍યો છે.
શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરને 1,16,834 મત મળ્‍યા હતા. જ્‍યારે તેમના નજીકના પ્રતિસ્‍પર્ધી ભાજપના શ્રી મહેશભાઈ ગાવિતને 66,270 મત મળતાં 51,009 વોટથી શ્રીમતી કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય થયો હતો. 
ગત ફેબ્રુઆરી મહિનાની 22મી તારીખે દાદરા નગર હવેલીના 7 ટર્મના સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાનું જીવન ટૂંકાવતા આ બેઠક ખાલી પડી હતી. સ્‍વ. મોહનભાઈ ડેલકરના વિશાળ ચાહક વર્ગની સહાનુભૂતિ શ્રીમતી કલાબેન ડેલકર સાથે હતી અને દાનહ ભાજપના કેટલાક નેતા અને કાર્યકર્તાઓએ કરેલા ભીતરઘાતથી દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી શ્રીમતી કલાબેન ડેલકરનો સરળ એક તરફી વિજય નોંધાયો હતો. તો તેની સામે ભાજપનો પરપોટો પણ ફૂટી જવા પામ્‍યો છે.
અત્રેનોંધનીય છે કે, ભાજપ હાઈકમાન્‍ડે દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક નેતાઓની ફૌજ ઉતારી હતી. પરંતુ દાદરા નગર હવેલીના શહેરી અને અંતરિયાળ વિસ્‍તારમાં ચાલી રહેલા અંડર કરંટને ઓળખવા થાપ ખાધી હતી. છેવટે શ્રીમતી કલાબેન ડેલકરનો ભવ્‍ય અને ઐતિહાસિક વિજય નોંધાયો છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશ ધોડીને 6,060 અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના શ્રી ગણેશ ભુજાડાને 1771 મત મળ્‍યા હતા. જ્‍યારે નોટામાં 5,505 વોટ પડયા હતા.
આદિવાસી ભવન ખાતે શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકર અને શ્રીમતી કલાબેન ડેલકરે પ્રદેશના લોકોનો સંપૂર્ણ સહયોગ આપવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રદેશની જે સમસ્‍યા છે તેને સંપૂર્ણ જવાબદારી સાથે નિકાલ કરવા માટેની હૈયાધરપત પણ આપી હતી.
ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે પ્રજાએ આપેલા મેન્‍ડેટને સ્‍વીકારી વિજેતા બનવા બદલ શ્રીમતી કલાબેન ડેલકરને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

Leave a Comment