October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના ખેરડી સરકારી પ્રાથમિક શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ઇન્‍ડીયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પોષક તત્‍વો અંગે બાળકોને જાણકારી આપી હતી અને કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પોષક સંતુલિત ભોજન અને સસ્‍તા સરળ પોષક આહારની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે દર્શન એક્‍સઈસન્‍સ ખેરડીના મેનેજર શ્રી ગોવિન્‍દ શેખાવત દ્વારા પોષણ યુક્‍ત આહાર અંગે ચર્ચા સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે એચ.એમ. વલ્લભ નાકરે દ્વારા પણ આહાર અનેવિહાર અંગે જાણકારી આપી હતી. બાદમાં મેનેજર શ્રી ગોવિન્‍દા સિંહ શેખાવત અને સેલ્‍સ મેનેજર શ્રી દિપક દ્વારા પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સુમન દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી રૂા.7.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

vartmanpravah

Leave a Comment