પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર થઈ રહી છે જે ચિંતાનો વિષય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાને મોટો દરિયા કિનારો મળેલો છે. આ દરિયામાંથી ક્યારે વ્હેલ કે શાર્ક કે અન્ય મૃત માછલીઓ અવાર નવાર તણાઈ આવતી હોવાના અનેકવાર બનાવ બનતા રહ્યા છે. આજે મંગળવારે વલસાડ તિથલ દરિયા કિનારે સવારે સવારે જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી.
પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર પડે છે. મોટા મોટા ઉદ્યોગો પ્રદૂષિત પાણી દરિયામાં ખાનગી રાહે પધરાવતા હોવાની રાવ ફરિયાદ ઉઠતી આવી છે તેથી દરિયાનું પાણી પ્રદૂષિત થતું હોય છે. જેને લઈને દરિયાઈ જીવો ઉપર જોખમનું પરિબળ ઉભું થતું રહ્યું છે. તેનો વધુએક પુરાવો આજે તિથલ દરિયા કિનારે જોવા મળ્યો. જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી. જે પર્યાવરણ માટે અને દરિયાઈ જીવો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.