January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

ધારાસભ્‍ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્‍યા : રેલવે રસ્‍તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે વિવિધ પબ્‍લિક અવર જવરના ત્રણ રસ્‍તાઓ બંધ કરી દેવામાંઆવ્‍યા છે. જેના પ્રત્‍યાઘાત સાથે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મેનેજરને રૂબરૂ મળી બંધ રસ્‍તા ખોલવાની ગંભીર રજૂઆત કરી હતી. રેલવે સત્તાવાળાએ ત્રણેય રસ્‍તા ખુલ્લા કરી દેવામાં આવશે તેવું આશ્વાસન કોંગ્રેસ આગેવાનોને આપવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય અને વર્તમાન લોકસભાની ચૂંટણી વલસાડ-ડાંગ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ રેલવે દ્વારા બંધ કરાયેલા ત્રણ રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે મેનેજરની મુલાકાત લઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેએ બી.એસ.સી. સર્કલ, રેલવે કોલોની જતો યુડીપી હોટલ સામેનો અને આર.પી.એફ. રોડ આમ નાગરિકો માટે અવર જવર માટે ત્રણ રસ્‍તા બંધ કરી દીધા છે. તેથી સ્‍થાનિકો, વિદ્યાર્થીઓ, મુસાફરોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. આ સમસ્‍યા દૂર કરવા માટે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરની ગંભીરતા અંગેની રજૂઆત કરી હતી. ત્રણેય રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે હકારાત્‍મકતા દાખવી હતી. ધારાસભ્‍યએ ચીમકી પણ આપી હતી કે આ રસ્‍તા ચાલું નહી કરવામાં આવે તો આંદોલન રેલવે સામે કરીશું.

Related posts

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

Leave a Comment