October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે ચૌપાલમાં કરાયેલો આગ્રહ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31
દાદરા નગર હવેલીની અલગ અલગ પંચાયતો નરોલી, ગલોન્‍ડા અને કૌંચા ગામમા ગ્રામજનો માટે રાત્રી ચૌપાલનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021 જે 26મી જાન્‍યુઆરી 2022થી કેન્‍દ્રશાસિત પ્રદેશમા લાગુ કરવામા આવશે.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ,નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ,પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ,ખતરનાક ઉપવિષ્ટ,બાયો મેડીકલ વેસ્‍ટ,કન્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી.
પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણજાણકારી આપવામા આવી હતી. આ સાથે સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમાં બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી.
ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સાથે સાથે રાત્રિ ચૌપાલમાં સરપંચને સૂચિત કરવામા આવેલ કે 26મી જાન્‍યુઆરી સુધી સાપ્તાહિક આ પ્રકારની રાત્રિ ચૌપાલનુ આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ-2021 અંગે જાગળત કરી શકાય અને ઉપનિયામ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

Leave a Comment