January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બેફામ દોડતા ડમ્‍પરે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટના સ્‍થળે મોત

બાઈક ચાલક મૃતક યુવાન મંદિર ફળીયા બાલચોંઢીનો હોવાનું તપાસમાં બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બુધવારે સાંજે બેફામ દોડી રહેલા ડમ્‍પરે આગળ ઝઈ રહેલ બાઈક સવારને સીધી અડફેટમાં લેતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું.
બાલચોંઢીનો વતની યુવાન તેની મોટર સાયકલ નં.જીજે 15 બીએન ઉપર સવાર થઈને નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બુધવારે સાંજે પસાર થઈ રહ્યો હતો ત્‍યારે પાછળથી બેફામ દોડી આવેલ ડમ્‍પર નં.ડીડી 01 આર 8780ના ચાલકે આગળ જતી મોટરસાયકલને અડફેટમાં લેતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. બાઈક આગળના વ્‍હિલ નીચે આવી જતા ચાલક યુવાનનું સ્‍થળ ઉપરમાં કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદ નાનાપોંઢા પી.એસ.આઈ. એન.સી. સગર અને સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. લાશને સરકારી હોસ્‍પિટલમાં પી.એમ. માટે મોકલી આપી હતી. મૃતક યુવાન બાલચોંઢીનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું. ગ્રામ્‍ય વિસ્‍તારમાં બેફામ દોડતા ડમ્‍પરો અવાર નવાર અકસ્‍માત સર્જી રહ્યા છે ત્‍યારે અંકુશીત કરવા જરૂરી છે.

Related posts

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment