October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આલીદર, તા.20
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટનાં સંયુક્‍ત ઉપક્રમેઆલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 51 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્‍ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્‍યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્‍યવસ્‍થા દાતા શ્રી ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જોશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્‍યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્‍યા હતા. એવું ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને શ્રી માધ્‍યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

Related posts

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment