કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું દમણ એરપોર્ટ ઉપર આગમન થતાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્માભર્યું સ્વાગત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બે દિવસીય મુલાકાતે છે. આ ક્રમમાં આજે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું પુષ્પગુચ્છ તથા ફળો ભરેલી ટોપલી આપી શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.